Bhavnagar

વડાપ્રધાન મોદીની મુલાકાતને લઇ જવાહર મેદાન ખાતે આખરી તૈયારીઓનું નિરીક્ષણ કરતાં જીતુભાઇ વાઘાણી

Published

on

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી આજે ભાવનગરની એક દિવસીય મુલાકાતે પધારવાના છે. આ દરમિયાન તેઓની જવાહર મેદાન ખાતે જંગી સભા યોજાવાની છે. વડાપ્રધાનશ્રીને આવકારવાં માટે તૈયારીઓ તંત્ર દ્વારા પૂરજોશમાં ચાલી રહી છે.

jitubhai-vaghani-inspecting-the-final-preparations-at-jawahar-maidan-for-prime-minister-modis-visit

ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં વડાપ્રધાનશ્રીને આવકારવાં માટે તડામાર તૈયારીઓ કરવામાં આવી છે. જિલ્લાના નાગરિકો પણ વડાપ્રધાનશ્રીને ભવ્ય આવકાર આપવાં માટે થનગની રહ્યાં છે.

jitubhai-vaghani-inspecting-the-final-preparations-at-jawahar-maidan-for-prime-minister-modis-visit

ત્યારે શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઇ વાઘાણીએ પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે મોડી સાંજે તૈયારીઓનું નીરિક્ષણ આખરી ઓપ સ્વરૂપે ઉપસ્થિત અધિકારીઓને તે અંગેનું માર્ગદર્શન કર્યું હતું.

jitubhai-vaghani-inspecting-the-final-preparations-at-jawahar-maidan-for-prime-minister-modis-visit

જવાહર મેદાન ખાતે મુલાકાતમાં તેમની સાથે સાંસદ શ્રીમતી ડો. ભારતીબેન શિયાળ, કચ્છના સાંસદ શ્રી વિનોદ ચાવડા, ધારાસભ્ય સર્વશ્રી સુશ્રી વિભાવરીબેન દવે, શ્રી આત્મારામભાઈ પરમાર, અધિક મુખ્ય સચિવશ્રી એમ. કે. દાસ, ઉચ્ચ શિક્ષણ વિભાગના કમિશનરશ્રી એમ. નાગરાજન, જી. એમ. બી. નાં વાઇસ ચેરમેન અને સી. ઈ. ઓ. શ્રી આર. બી. બારડ સહિતના અધિકારીઓ તથા પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

jitubhai-vaghani-inspecting-the-final-preparations-at-jawahar-maidan-for-prime-minister-modis-visit

તેમની સાથે મ્યુનિસિપલ કમિશ્નરશ્રી એન. વી. ઉપાધ્યાય, જિલ્લા કલેક્ટરશ્રી યોગેશ નિરગુડે, રેન્જ આઈ. જી. શ્રી અશોક કુમાર યાદવ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો. પ્રશાંત જિલોવા અને જિલ્લા પોલીસ વડાશ્રી ડો. રવિન્દ્ર પટેલ, સહિતના જિલ્લાના વરિષ્ટ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Advertisement

Exit mobile version