Bhavnagar
ભાવનગરમાં તા.૧૫/૧૦/૨૦૨૨એ યોજાનાર ગરીબ કલ્યાણ મેળાના આયોજન માટે જિલ્લા પંચાયત કચેરીએ બેઠકનું આયોજન
- ગરીબ કલ્યાણની વિવિધ યોજનાઓ રાજ્યના લાભાર્થીઓ સુધી પહોંચે તે રાજ્ય સરકારનો અભિગમ
સરકારશ્રી દવારા ઓક્ટોબર-૨૦૨૨માં ગરીબ કલ્યાણ મેળા યોજાનાર છે. ભાવનગરમાં પણ જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો તા.૧૫/૧૦/૨૦૨૨ના રોજ શ્રી અટલ બિહારી બાજપાઈ હોલ, મોતીબાગ ખાતે યોજાનાર છે ત્યારે આ સંધર્ભે અધિકારીશ્રીઓની બેઠક સમગ્ર કાર્યક્રમના નોડલ અધિકારીશ્રી અને નિયામકશ્રી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, ભાવનગરના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી.
આ બેઠકનું સંચાલન DRDAના નિયામક, શ્રીમતી જે.એન.ઝરું ના દ્વારા કરવામાં આવ્યું હતું. આ ખાસ કાર્યક્રમમાં લાભાર્થીઓનો મોટો સમુહ ભેગો થનાર છે તે ધ્યાનમાં લઇને વિવિધ શાખાઓને વિવિધ સ્તરે કામગીરી સોંપવામાં આવી છે. આ કાર્યક્રમની તૈયારી, વ્યવસ્થા અને સંકલન માટે સ્ટેજ અને બેઠક, પ્રાર્થના અને સ્વાગત ગીત, કાયદો, પાણી, કિટ વિતરણ, ટ્રાન્સપોર્ટ અને રૂટ વ્યવસ્થા સમિતીઓનુ આયોજન કરવામાં આવ્યું છે.
આ સાથે આરોગ્ય અને સ્ટોલ ફાળવણી માટે પણ સમિતીનું ગઠન કરવામાં આવ્યું છે. આ સમિતીની દર્શાવેલ કામગીરી દ્વારા મુખ્ય કાર્યક્રમ સરળતાથી સંપૂર્ણ થાય તે માટે આ બેઠકમાં જે તે સમિતીની પૂર્ણ થયેલ કામગીરીની સમીક્ષા કરી જરૂરી સૂચનાઓ નિયામકશ્રી દ્વારા આપવામાં આવી હતી. ડેટા એન્ટ્રીનું કાર્ય ઝડપથી પૂર્ણ કરવામાં માટેની સૂચના પણ આ બેઠકમાં આપવામાં આવી હતી.
આ બેઠકમાં જે તે જિલ્લાના મામલતદારશ્રીઓ, અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ તથા સંલગ્ન વિભાગના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
લોઈસ ક્રિશ્ચિયન