Sihor

વિશ્વભરમાં યોગને ઓળખ અપાવવામાં ભારતની અગ્રીમ ભૂમિકા – જોગસિંહ દરબાર

Published

on

પવાર

કોરોના બાદની સ્વાસ્થ્ય સંબંધી ક્ષતિઓને યોગના માધ્યમથી દુર કરીએ : પીઆઇ ભરવાડ – સિહોરના જે જે મહેતા સ્કૂલ ખાતે યોગ દિવસ ઉજવાયો

નવમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે સિહોરની નામાંકિત શેક્ષણિક સંસ્થા ખાતે આજે મામલતદાર જોગસિંહ દરબાર, અને પીઆઇ ભરવાડની વિશેષ ઉપસ્થિતિમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ની યોગમય ઉજવણી કરવામાં આવી હતી આ તકે મામલતદાર જોગસિંહ દરબારે જણાવ્યું હતું કે ભારતીય સંસ્કૃતિ યોગની જનની છે અને વિશ્વભરમાં યોગને ઓળખ અપાવવામાં ભારતની અગ્રિમ ભૂમિકા રહી છે યોગના વિશાળ આયામ વિશે તેઓએ જણાવ્યું કે ભારતની ભૂમિકા એક શિક્ષકની છે.

India's leading role in promoting yoga worldwide - Jogsingh Darbar
India's leading role in promoting yoga worldwide - Jogsingh Darbar

યોગને પૂરા વિશ્વમાં ઇન્ટ્રોડ્યુસ આપણા દેશે કર્યું છે તો આગળનું નોલેજ આપવાની જવાબદારી પણ આપણી છે. ભારતીય સંસ્કૃતિમાં યોગવિદ્યાના મહત્વ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે, ભારતને યોગ ઋષિમુનિઓ દ્વારા વારસામાં મળેલી અમૂલ્ય વિરાસત છે. પીઆઇ ભરવાડે કહ્યું કે કોરોના કાળે આપણને સમજાવ્યું કે તંદુરસ્ત સ્વાસ્થ્ય કેટલું જરૂરી છે તેથી કોરોના બાદની સ્વાસ્થ્ય સંબંધી ક્ષતિઓને યોગના માધ્યમથી દૂર કરીએ અને સ્વસ્થ જીવન જીવીએ આજના ખાસ દિવસે રાજકીય આગેવાનો, સામાજિક સંસ્થાઓ, મામલતદાર પી.આઇ, પોલીસ, હોમગાર્ડ જવાનો,અધિકારીઓ,પ્રેસ મીડિયા તેમજ ગર્લ્સ સ્કૂલની બહેનો કર્મચારીઓએ તેમજ મોટી સંખ્યામાં યોગપ્રેમી નાગરિકો જોડાયા હતા.

India's leading role in promoting yoga worldwide - Jogsingh Darbar
India's leading role in promoting yoga worldwide - Jogsingh Darbar

કાર્યક્રમ પૂર્ણ થયે યુવા યુગ પરિવર્તન સંગઠન દ્વારા શાળાની ૧૫૦૦ જેટલી બહેનોને બિસ્કીટ વિતરણ કરવામાં આવ્યું હતું…

Advertisement

Trending

Exit mobile version