Sports

વરસાદને કારણે ભારત-પાકની મેચ કેન્સલ,રિઝર્વ ડેમાં રમાશે

Published

on

બરફવાળા

એશિયા કપની સુપર ફોરમાં ભારત-પાક વચ્ચે મુકાબલો, ભારતીય ઈનિંગની 25મી ઓવરમાં વરસાદને કારણે મેચ અટકાઈ, પાકિસ્તાને ટોસ જીતીને પહેલા બોલિંગનો લીધો નિર્ણયઝ ભારતની પહેલા બેટિંગ, કેએલ રાહુલ અને બુમરાહની વાપસી

કોલંબોમાં ભારે વરસાદને કારણે ભારત અને પાકિસ્તાનની મેચ કેન્સલ કરી દેવામાં આવી છે. ટોસ હારીને પહેલા બેટિંગ માટે ઉતરેલી ટીમ ઈન્ડીયાએ 24.1 ઓવરમાં 147 રન બનાવ્યાં હતા પરંતુ ત્યાર પછી ભારે વરસાદને કારણે મેચ અટકાવી દેવી પડી હતી.

India-Pak match canceled due to rain, will be played on reserve day

છેક રાતના 8.30 વાગ્યે કોલંબાના પ્રેમદાસા સ્ટેડિયમમાં ફરી વરસાદ પડતાં આખરે મેચ રદ કરીને આવતીકાલે રિઝર્વ ડેમાં મેચ રમાડવાનો નિર્ણય લેવાયો હતો. ભારત-પાકની મેચમાં વરસાદ પડતાં મેચ અટકાઈ હતી. રાતે લગભગ 8.30 વાગ્યાની આસપાસ વરસાદે વિરામ લેતા પીચનું નિરીક્ષણ કરાયું હતું. હાલમાં મેદાન ભીનું હોવાથી મેચ અટકાઈ છે. 20 ઓવરની મેચ માટે કટઓફ ટાઈમ 10.36નો છે, જો આ સમય સુધી મેચ શરુ ન થઈ તો તેટલા પોઈન્ટથી બીજા દિવસથી શરુ થશે. 20 ઓવરની મેચ થવા પર પાકિસ્તાનને 181 રનનો ટાર્ગેટ મળશે.

Advertisement

Trending

Exit mobile version