Sports
IND vs NZ: શુભમન ગિલે T20I માં ફટકારી પ્રથમ સદી, કોહલી અને રોહિત શર્માના ક્લબમાં થયા જોડાયો
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ત્રીજી T20 મેચમાં શુભમન ગીલે સદી ફટકારી હતી. આ તેની ટી20 કારકિર્દીની પ્રથમ સદી છે. શુભમન ગિલે 54 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. શુભમન ગિલ અંત સુધી અણનમ રહ્યો હતો. તે 63 બોલમાં 126 રન બનાવીને અણનમ રહ્યો હતો.
શુભમન ગિલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં તેની T20I કારકિર્દીની પ્રથમ સદી ફટકારી હતી. ત્રીજી T20 મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ વિકેટ ઝડપથી પડી ગયા બાદ શુભમન ગિલે રાહુલ ત્રિપાઠી સાથે મળીને બેટિંગ ચાલુ રાખી હતી.
શુભમન ગિલે ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારી હતી
શુભમન ગિલે 18મી ઓવરમાં પોતાની સદી પૂરી કરી હતી. સદી પૂરી કરીને, તે ભારત માટે ત્રણેય ફોર્મેટ (ટેસ્ટ, T20 અને ODI)માં સદી ફટકારનાર પાંચમો ભારતીય બેટ્સમેન બન્યો. શુભમન ગિલ પહેલા સુરેશ રૈના, રોહિત શર્મા, વિરાટ કોહલી અને કેએલ રાહુલ આ કારનામું કરી ચુક્યા છે.
કોહલીને પાછળ છોડી દીધો
આ સિવાય શુબમન ગિલે T20માં સૌથી વધુ વ્યક્તિગત સ્કોર બનાવવાના મામલે કોહલીને પાછળ છોડી દીધો છે. કોહલીએ અફઘાનિસ્તાન સામે 122 રનની ઇનિંગ રમી હતી. ન્યૂઝીલેન્ડ સામે તેણે અણનમ 126 રન બનાવ્યા ત્યારે શુભમને તેને પાછળ છોડી દીધો.
નોંધનીય છે કે ભારત અને ન્યુઝીલેન્ડે ત્રણ મેચોની શ્રેણીમાં એક-એક મેચ જીતી છે. અમદાવાદમાં ત્રીજી અને નિર્ણાયક મેચનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમ બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં 234 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો.