Palitana

કેન્દ્રીય મંત્રીના વતન હણોલમાં કરોડો રૂપિયાના ખર્ચે થનારાં વિકાસલક્ષી કામોનું લોકાર્પણ

Published

on

  • મનસુખ માંડવિયાએ કહ્યું હણોલ ગામ દેશ માટે દિવાદાંડી સ્વરૂપ બનશે : અહીં અનેક વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, ગામનો દરેક વ્યક્તિ એક બીજા વ્યક્તિને પૂરક છેઃ મંત્રી મનસુખ માંડવિયા

તહેવારો ખુશહાલીઓ લઇને આવતા હોય છે, ત્યારે નુતન વર્ષનું પર્વ પાલિતાણા પાસે આવેલા હણોલ ગામ માટે ખૂબ ઐતિહાસિક દિવસ બન્યો છે. વતનપ્રેમી કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયાએ નુતનવર્ષ નિમિતે પોતાના વતન હણોલમાં કરોડોના ખર્ચે અનેક વિકાસલક્ષી કામોનું ડિજિટલ લોકાર્પણ કર્યું હતું. હણોલ ગ્રામ વિકાસ સમિતિ દ્વારા લોક ભાગીદારથી ગામનાં વિકાસ કાર્યો માટે ભૂમિપૂજન સમારોહ તથા દાતાઓનો સન્માન સમારોહ નાગબાઈ માતાજીના મંદિર પાસે મંત્રી મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો હતો. ગ્રામ્ય સંસ્કૃતિનું દર્શન થાય તે બદલ આ કાર્યક્રમમાં પધારેલા મહાનુભાવોના સાથે એક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગ્રામજનો પણ સહભાગી થયા હતા. ગામનાં આધુનિકીકરણ અને હણોલને સ્માર્ટ વિલેજ બનાવવા ગામમાં અમૃત સરોવર, પાદર ડેવલોપમેન્ટ, બસ સ્ટેન્ડ, સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટર, કોન્ફરન્સ હોલ, ટ્રેક અને રમત-ગમત સંકુલ, બહુલક્ષી હોલ, નાગબાઈ માતાનું નવીનીકરણ, ઓપન એર થિયેટર, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, સ્વચ્છ ટોઇલેટ બ્લોક્સ જેવા અનેક વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત મંત્રી સહિત ઉપસ્થિત રહેલા મહાનુભવો દ્વારા કરવામાં આવ્યું હતું.

inauguration-of-development-works-at-the-cost-of-crores-of-rupees-in-hanol-the-hometown-of-the-union-minister

આ તકે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, સામાજીકતા માનવીના સ્વભાવમાં છે અને દરેક માનવી એકબીજાની હુફથી જીવે છે. કષ્ટ એ અનેક રીતે માણસ ભોગવે છે અને એ કષ્ટમાંથી જે ઉર્જા પ્રજ્વલિત થાય છે તે બીજાના માટે દિવાદાંડી સ્વરૂપ બને છે. ગામની વિશેષતા જણાવતાં મંત્રીએ કહ્યું કે, એક આખું ગામ એક કુટુંબ છે જેમાં કોઈ જ્ઞાતિ અને જાતિના વિષે ચર્ચા કરવામાં આવતી નથી. ગામનો દરેક વ્યક્તિ એક બીજા વ્યક્તિને પૂરક છે. ગામનાં બધા લોકો એક સાથે રહીને સારા માઠા પ્રસંગોમાં સહભાગી બને છે. જીવન ફક્ત ભૌતિક પરિમાણો ઉપર જ આધારિત નથી પરંતુ લોકભાગીદારી સાથે લોકજીવન બનતું હોય છે. મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જે પ્રમાણેનું સૂચન આપ્યું હતું કે વિરાસતના આધારે રાષ્ટ્ર વિકસાવીશું એ મુજબ વિરાસતનો અર્થ ઈતિહાસ, પરંપરા અને સંસ્કૃતિ થાય છે. અંતમાં મંત્રી મનસુખ માંડવિયાએ વચન આપ્યું હતું કે, ગ્રામ્ય સંસ્કૃતિનો તથા ગ્રામ્ય જીવનનો વખત જ્યારે ખૂબ જ નજીક આવ્યો છે ત્યારે હણોલ ગામ આખા દેશ માટે દિવાદાંડી સ્વરૂપ બનશે.

Trending

Exit mobile version