Bhavnagar
ચિત્રા GIDCમાં કોમન ફેસેલીટી સેન્ટરનું ઉદ્ઘાટન ; મંત્રી બળવંતસિંહ રાજપૂતે કહ્યું- ગુજરાતનું વિકાસ મોડલ આજે વિશ્વભરમાં નમૂનારૂપ
પવાર
ભાવનગર શહેરના ચિત્રા વિસ્તારમાં આવેલી જી.આઇ.ડી.સી. ખાતે આજે ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતની આધ્યક્ષતામાં “કોમન ફેસેલીટી સેન્ટર”નો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. ચિત્રા ઈન્ડસ્ટ્રીઝ એસોસીએશન દ્વારા આ નવનિર્મિત કોમન ફેસેલીટી સેન્ટર રાજ્ય સરકારના ઉદ્યોગ વિભાગની સહાયથી તૈયાર કરવામાં આવ્યો છે.
![Inauguration of Common Facility Center at Chitra GIDC; Minister Balwantsinh Rajput said - Gujarat's development model is a model for the world today](https://shankhnadnews.com/wp-content/uploads/2023/06/WhatsApp-Image-2023-06-09-at-8.58.54-AM.jpeg)
![Inauguration of Common Facility Center at Chitra GIDC; Minister Balwantsinh Rajput said - Gujarat's development model is a model for the world today](https://shankhnadnews.com/wp-content/uploads/2023/06/WhatsApp-Image-2023-06-09-at-8.58.52-AM-1.jpeg)
આ પ્રસંગે ઉપસ્થિત ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે, ગુજરાતનું વિકાસ મોડલ આજે વિશ્વભરમાં પ્રસિદ્ધિ પામેલ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દૂરદ્રષ્ટિને કારણે આજે ગુજરાત ઉદ્યોગ ક્ષેત્રે વિશ્વભરમાં ખ્યાતિ મેળવેલ છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સરકાર આજના ટેક્નોલોજીના યુગમાં કદમથી કદમ મેળવીને ચાલવા તથા આવનાર 20 વર્ષની પરિસ્થિતિને વર્તમાન સમયમાં વિચારણા કરીને કટિબદ્ધ થઇ વિશ્વગુરુ બનવા આગળ ધપી રહી છે. મુખ્યમંત્રીની અધ્યક્ષતા અંતર્ગત સ્મોલ ઈન્ડસ્ટ્રીઝ, માઇક્રો ઈન્ડસ્ટ્રીઝ, સ્કિલ આધારિત શિક્ષણનું પ્રદાન, સ્કિલ આધારિત યુનિવર્સિટીનું નિર્માણ અને શ્રમિક લોકોની સાચવણી જેવી અનેક જનસુખાકારી યોજના થાકી ગુજરાત વિકાસની નવી સિદ્ધિઓ સર કરશે અને આગામી સમયમાં વિશ્વગુરુ તરીકે આપનો દેશ ઓળખ પામશે તેવી વિચારણા સાથે ગુજરાત સરકાર તરફ થી સૌને અભિવાદન કર્યું હતું.
![Inauguration of Common Facility Center at Chitra GIDC; Minister Balwantsinh Rajput said - Gujarat's development model is a model for the world today](https://shankhnadnews.com/wp-content/uploads/2023/06/WhatsApp-Image-2023-06-09-at-8.58.53-AM.jpeg)
![Inauguration of Common Facility Center at Chitra GIDC; Minister Balwantsinh Rajput said - Gujarat's development model is a model for the world today](https://shankhnadnews.com/wp-content/uploads/2023/06/WhatsApp-Image-2023-06-09-at-8.58.53-AM-1.jpeg)
સમારંભમાં પધારેલ ધારાસભ્ય જીતુ વાઘાણીએ કહ્યું હતું કે, આજે વિશ્વ ભારતને ઔદ્યોગિક દેશ તરીકે ઓળખે છે અને ભાવનગરનું ચિત્રાએ ઔદ્યોગિક વિસ્તાર તરીકે ગુજરાતમાં પ્રસિદ્ધિ પામેલ છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સકારાત્મક ઈચ્છાશક્તિ સાથે કાર્ય થઇ રહ્યું છે. જેની સફળતા સર્વ નજરો નજર જોઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, માત્ર 100 દિવસમાં 1 લાખ કરોડના MOU થયા છે જે પ્રશંસા પાત્ર છે. ઓપન હાઉસ વેપાર જગત માટે ખુબ જ ઉપયોગી બની રહેશે જે ગુજરાત સરકારે જાણ્યું છે અને તેને સ્વીકૃતિ પણ આપી છે. આ કટિબદ્ધ તેવી ગુજરાત સરકારને તેઓ શુભેચ્છાઓ આપે છે.