Sihor

સિહોરમાં ઉખરલા ગામે શાળાના શિક્ષકની બદલી થતાં ભૂલકાઓ ભાવુક થઈ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા

Published

on

Devraj

સિહોર તાલુકાના ઉખરલા ગામે આવેલી સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા માસ્તરની બદલી થતાં શાળામાં ભાવસભર દ્રષ્યો સર્જાયા હતાં બદલી થયેલ શિક્ષકે શાળાના ભૂલકાઓમા સારીએવી લોકચાહના ઉભી કરતાં બાળકો શિક્ષકના વિદાય સમયે ચોધાર આંસુએ રડી પડ્યા હતા. આજના યુગમાં પણ કયારેક એવાં વિરલા ઓના દર્શન પણ થાય છે જેની આજની તારીખમાં કલ્પના કરવી પણ મુશ્કેલ છે જૂના જમાનામાં શિક્ષકને “માસ્તર” જેવા પ્રભાવશાળી નામથી સંબોધતા કારણકે શિક્ષકનું સ્થાન માઁ બરાબર છે આજની પ્રજાએ શિક્ષકને કાનામાતર વિનાના નામ એવાં “સર” સાથે જોડી દિધો જે ખરેખર શિક્ષણ જગતની એક અધોગતિ જ ગણી શકાય આજે સમાજમાં શિક્ષકો સેંકડો છે, પરંતુ માંસ્તર તો ભાગ્યે જ જોવા મળે છે.

in-ukharla-village-in-sihore-the-school-teachers-got-emotional-and-broke-down-in-tears

વિદ્યાર્થીઓ વચ્ચે લાગણીસભર દ્ગશ્યો સર્જાયા

શાળામાં છેલ્લા 19 વર્ષ થી શિક્ષક તરીકે ફરજ બજાવતા જીતેન્દ્રભાઈ જસાણીએ ખરાં અર્થમાં “માસ્તર” બનાવાનો ગુણ દર્શાવ્યો છે આ 19 વર્ષમાં આ શિક્ષકે શાળાના ભૂલકાઓથી લઈને ગ્રામજનોના દિલમાં આદર્શ માસ્તર તરીકેની અમિટ છાપ છોડી છે, તાજેતરમાં આ શિક્ષકની બદલી અન્ય સ્કૂલમાં થતાં માસ્તરના વિદાઈમાન સમયે શિક્ષણ અને વિદ્યાર્થીઓ વચ્ચે લાગણીસભર દ્ગશ્યો સર્જાયા હતાં, બાળકો આ શિક્ષકને વિદાઈ આપતી વેળાએ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા, ત્યારે શિક્ષકે પણ ભૂલકાઓની ભાવનાની કદર કરી વાસ્તવિકતા થી અવગત કરાવ્યા હતા અને તેઓ ભલે અન્ય શાળામાં ફરજ બજાવવા જાય પરંતુ આ શાળાના બાળકો સાથે સંબંધો હંમેશા અકબંધ રાખશે એવું વચન પણ આપ્યું હતું.

in-ukharla-village-in-sihore-the-school-teachers-got-emotional-and-broke-down-in-tears

શિક્ષક સૃષ્ટીનો સર્જનકાર…

Advertisement

આપણા ત્યાં શિક્ષકને સૃષ્ટીનો સર્જનકાર કહે છે, કારણ કે તે આવનારા ભવિષ્યનું સર્જન કરે છે. જોકે આપણે ત્યાં આપણે ઘણા શિક્ષકો જોયા છે જેઓ દારુના નશામાં ધૂત થઈને શાળાએ બાળકો સમક્ષ આવે છે. ઘણી શાળાઓ જોઈ છે જ્યાં માત્ર એક શિક્ષક અને ઘણા વિદ્યાર્થીઓ હોય છે. ઘણી જગ્યાએ તો ના દીવાલ ના છત ખુલ્લામાં પણ બાળકો ભણતા દૃશ્યો આપણે જોયા છે.

Trending

Exit mobile version