Sihor
સિહોર તાલુકાના ટોડા ગામે સિંહની લટારથી ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો
પવાર
- વનવિભાગની ટીમે સિંહને પાંજરે પુરવા તજવીજ હાથ ધરી, ઘનશ્યામસિંહની વાડીમાં સિંહે વાછરડાનું મારણ કર્યું
સિહોર તાલુકાના ટોડી ગામે સિંહે પશુનું મારણ કરી મિજબાની માણી હતી. ત્યારે આ ઘટનાને લઈ ગ્રામજનોમાં ભારે ફફડાટ ફેલાયો છે. સિંહને પકડી જંગલ વિસ્તારમાં ખસેડવાની માગ કરવામાં આવી છે. ત્યારે આ ઘટનાને પગલે વનવિભાગની ટીમે સિંહને પાંજરે પુરવા તજવીજ હાથ ધરી છે. ગ્રામ્ય વિસ્તારમાં સિંહની લટારે લોકોમાં ભય ફેલાયો છે જિલ્લામાં આવેલા બૃહદગિરનો વ્યાસ તંત્ર-સરકાર દ્વારા વિસ્તારમાં વધારવામાં ન આવતાં આ અરણ્યોમાં વસતાં રાની પશુઓ પોતાની વિસ્તારમાં ઓળંગી છાશવારે માનવ વસાહતો તરફ વળી રહ્યાં છે, છેલ્લા ઘણા સમયથી ગોહિલવાડના અનેક ગામડાઓમાં સિંહ, દિપડાઓનો કાયમી વસવાટની બાબત સામન્ય બની છે.
ત્યારે છેલ્લા ઘણાં દાયકાઓથી ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકામાં સિંહ કે દિપડાઓનું કોઈ જ અસ્તિત્વ જ ન હતું, પરંતુ હાલમાં સિહોર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સિંહની લટાર જોવા મળી હતી. સિંહોર તાલુકાના ટોડી ગામે ઘનશ્યામસિંહ માલીકીની વાડીમાં વાછરડી ચરતી હોય એ દરમિયાન એક સિંહે આ વાછરડીનું મારણ કરી મિજબાની માણી હતી. આ બનાવની જાણ ઘોડીના માલિક તથા સરપંચ સહિતનાઓને થતાં ગ્રામજનો મોટી સંખ્યામાં સ્થળપર દોડી આવ્યાં હતા અને વનવિભાગને જાણ કરતાં સિહોર ફોરેસ્ટ રેન્જ ના અધિકારીઓ સ્થળપર દોડી આવ્યાં હતાં. એ સાથે સિંહનું લોકેશન મેળવવા તજવીજ હાથ ધરી હતી. આ ઘટનાને પગલે ગામ લોકોમાં ફફડાટ ફેલાયો છે. સમગ્ર ઘટનાને ગામના સરપંચ શક્તિસિંહ ગોહિલે સમર્થન આપ્યું હતું