Sihor

સિહોરના મઢડા ગામની એસ બી આઈ બ્રાન્ચમાં ઓછા સ્ટાફથી ગાડું રોડવતા ગ્રાહકો ત્રાહિમામ

Published

on

પવાર

સિહોર તાલુકાની મઢડા ગામ માં દસ ગામની એક માત્ર નેશનલ બેંક એસ બી આઇ નો વહીવટ ધરાવે છે. તેમજ આ બેંક ના ગ્રાહકો ને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના ગ્રાહકોને વહીવટી કામ માટે આવતા જતા હોય છે ત્યારે આ બેંક માં ઓછો સ્ટાફ વહીવટી કામ વધુ હોય છે. અને ગ્રાહકોને પોતાનો સમય ,આર્થિક પરેશાની થવા છતાં કામો થતા નથી અને ધક્કા ખાવા પડતા હોય છે.ત્યારે ખેડૂત ખાતેદારો ને લોન ભર્યા પછી વીસ થી પચીસ દિવસ સુધી યાદી આપવામાં આવે છે. તો આવી રીતે સામાન્ય ગ્રાહક તેમજ ખાતેદાર ખેડૂતની પરિસ્થિતિ જોતા તમામ કામો પડતા મૂકી નિયમ મુજબ પોતાની ગ્રાહક તરીકે જવાબદારી નિભાવે છે. પરંતુ આ મઢડા ની નેશનલ બેંક એવા SBI માં માત્ર ને માત્ર બે થી ત્રણ વ્યક્તિ થી ગાડું માંડ માંડ ચાલે છે.

In the SBI branch of Madha village of Sihore, the customers who drive carts with less staff

પરેશાની ગ્રાહકો થાય છે તેમજ આ બેંક માં ખાતેદાર ખેડૂત હોય કે ગ્રાહક જે સુરત થી આવી ને બેંક ખાતા નું વહીવટી કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી ૧૦ થી ૧૨ દિવસ ના છૂટકે રોકાવા ની ફરજ પડે છે.તેમજ સરકારી સ્કુલ ની સ્કોલરશીપ પણ આ બેંક માં જમા થતી હોય છે અને પૈસા ની લેતી દેતી એન્ટ્રી સહિત ની કામગીરીમાં એક વ્યક્તિના કામ માં વધુ સમય લેતા હોય છે અને વારંવાર સર્વર ડાઉન ની ફરિયાદો સહિત ધ્યાને લેતા એક ગ્રાહક માટે ૧ કલાક સુધી રાહ જોવી પડે છે તો આવી નેશનલ બેંક ધરાવતી SBI બેંક માં વધુ માં વધુ સ્ટાફ ફાળવવા અંગે ખુદ મઢડા બેંક મેનેજર દ્વારા ઉચ્ચ સ્તરે રજૂઆત કરવી જોઈએ સૂત્ર દ્વારા જાણવા મુજબ આ બેંક સાથે દસ ગ્રામ્ય વિસ્તાર ના સરપંચ ઓ.જિલ્લા પંચાયત સદસ્ય,તાલુકા પંચાયત સદસ્ય શ્રી કે ધારાસભ્ય શ્રી ને લેખિત રજૂઆત કરવામાં આવશે તેવી રજુઆત ટોડા ગામના સરપંચ શક્તિસિંહ ગોહિલે કરી છે.

Exit mobile version