Sihor

કેદારનાથમાં હેલિકોપ્ટર ક્રેશ ઘટનામાં 7 મૃતક પૈકી 3 દીકરીઓ ભાવનગરની વતની હતી શક્તિસિંહ ગોહીલે ટ્વીટ કરીને સમગ્ર યાદી આપી હતી

Published

on

  • શક્તિસિંહ ગોહિલે પરિવારો સાથે વાતચીત કરી સાંત્વના પાઠવી, આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા તમામ લોકોના પરિવારજનો પ્રત્યે હું સંવેદના વ્યક્ત કરું છું. ભગવાન તેમને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે ; શક્તિસિંહ

મિલન કુવાડિયા

ઉત્તરાખંડમાં મંગળવારે મોટી દુર્ઘટના સર્જાઈ છે, એક ખાનગી હેલિકોપ્ટર ક્રેશ થતાં પાયલોટ સહિત 7 લોકોના મૃત્યુ થયાં છે. જેમાંથી 3 યુવતીઓ ગુજરાતના ભાવનગરની રહેવાસી હતી. આ અંગે શક્તિસિંહ ગોહિલે ટ્વીટ કરીને માહિતી આપી હતી આજે બપોરે 12 વાગ્યાની આસપાસ કેદારનાથથી 2 કિલોમીટર દૂર એક ખાનગી કંપનીનું હેલોકોપ્ટર ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં 7 લોકોના મોત નીપજ્યા છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રીના વિશેષ મુખ્ય સચિવે આ હેલિકોપ્ટર દુર્ઘટનામાં પાયલોટ સહિત 7 લોકોના મોતની પુષ્ટી કરી છે. મૃતકો ગુજરાત અને તમિલનાડુના છે. આ દુર્ઘટના પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ,  કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલ સહિતના દિગ્ગજોએ ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું છે.

in-the-helicopter-crash-incident-in-kedarnath-among-the-7-dead-3-daughters-were-natives-of-bhavnagar-shaktisinh-gohil-tweeted-the-entire-list

આ વચ્ચે હવે એવા સમાચાર સામે આવ્યા કે, તમામ સાત મૃતકો પૈકી 3 યુવતીઓ ભાવનગરની હતી. તેમનું નામ કૃતિ બારડ, ઉર્વી બારડ અને પૂર્વા રામાનૂજ હતું. આ અંગે કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહીલે ટ્વીટમાં લખ્યું છે કે, ‘કેદારનાથ ખાતે હેલીકોપ્ટર તુટી પડેલ છે. જેમાં ભાવનગરની દીકરીઓ હતી તે ખબરથી ચિંતિત છું. વડાપ્રધાન તથા મુખ્યમંત્રીને વિનંતી છે કે સત્વરે યોગ્ય બચાવ અને જરૂરી તમામ વ્યવસ્થા કરે.’  આ ટ્વીટની સાથે તેમણે એક તસવીર પણ શેર કરી હતી વધુમાં શક્તિસિંહે કહ્યું કે કેદારનાથમાં શ્રદ્ધાળુઓને લઈ જઈ રહેલા હેલિકોપ્ટર ક્રેશની ઘટના ખૂબ જ દુઃખદ છે. આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા તમામ લોકોના પરિવારજનો પ્રત્યે હું સંવેદના વ્યક્ત કરું છું. ભગવાન તેમને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે

Trending

Exit mobile version