Sihor
સિહોરના સિંધી કેમ્પમાં રોડ, ગટર, પાણી અને રખડતા ઢોરના ત્રાસથી લોકો તોબા પોકારી ગયા
પવાર
સિહોરના સિંધી કેમ્પ વિસ્તારમાં નગરપાલિકા દ્વારા જે પ્રાથમિક સુવિધાનાં કાર્યો છે તે પણ થતા નથી. ડ્રેનેજ, પાણી, રસ્તા, દબાણ અને રખડતા ઢોરના ત્રાસમાંથી લોકો મુક્તિ મેળવવા ઈચ્છી રહ્યાં છે. ૧૮મી સદી માં જીવતાં વોર્ડ નં-૫ સિંધી કેમ્પના રહેવાસીઓ પ્રાથમિક સુવિધાઓથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
સિંધી કેમ્પ ના પ્રમુખ શ્રી ગોરધનમલ ચાવડા,માજી સભ્ય શ્રી શંકરમલ કોકરા,માજી સભ્યશ્રી દિપાભાઈ રાઠોડ દ્દારા સિંધી કેમ્પમા ઉકરાડાઓ દૂર કરવા, ખુટીયાઓનો ત્રાસ દુર કરવા માટે ૧ મહિના પહેલાં આવેદનપત્ર આપવામાં આવે લ પરંતુ તે સમસ્યાઓ નો ઉકેલ હજી સુધી આવેલ નથી ઉપરાંત સિંધી કેમ્પ મા ગેસની અને પાણીની લાઈન નાખવા માટે જે મોટા ખાડા ગાળેલ છે તે પણ તે જ સ્થિતિમાં છે.
અકસ્માતે ઉપરોક્ત ખાડામાં કોઈ પડી જાય તો તેની જવાબદારી કોની? ઉપરોકત સમસ્યાઓ ને વહેલી તકે દુર કરવા લોકોની પણ માંગ છે