Sihor

સિહોરમાં બજારમાં દેકારો કરતાં શખ્સોને ટપારતા યુવાન પર હુમલો કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી

Published

on

પવાર

સિહોર શહેરમાં ઘરપાસે દેકારો કરતાં શખ્સોને એક યુવાને ટપારતા ઉશ્કેરાયેલા શખ્સોએ યુવાન પર હુમલો કરી જાનથી મારી નાંખવાની ધમકી આપતા ઈજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર સિહોર શહેરમાં ઢાળબજારમા રહેતો ચિરાગ ભાટિયા ઉ.વ.36 તેના ઘર બહાર બેઠો હોય એ દરમ્યાન મયુર પરમાર હિમાલય પરમાર, વિશાલ પરમાર, તથા રમેશ કારેલીયા દેકારો કરતાં હોય આથી ચિરાગે આ શખ્સોને બૂમ-બરાડા ન પાડવા અને ઘરે જતાં રહેવા જણાવતા ઉશ્કેરાયેલા શખ્સોએ ચિરાગ પર હુમલો કરી ઢીકાપાટુનો મૂંઢમાર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી જતા રહ્યાં હતાં જયારે ઈજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે સિહોર રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જયાં સારવાર બાદ ચારેય શખ્સો વિરુદ્ધ સિહોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version