Sihor

સિહોરમાં દિપડા પરિવારના છેલ્લા કેટલાક દિવસથી ધામા ; પ્રગટેશ્વર રોડ પર દેખાયો

Published

on

દેવરાજ

  • બે બચ્ચા સાથે પરિવાર બિન્દાસ્ત શહેરી વિસ્તારમાં લટાર મારતા જોવા મળ્યો ; દિપડાની અવરજવરથી સ્થાનિકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે, સીસીટીવીમાં કેદ

સિહોરમાં દિપડા પરિવારે છેલ્લા કેટલાક દિવસથી ધામા નાખ્યા છે. ત્યારે હવે દિપડા પરિવાર શહેરના પ્રગટેશ્વર રોડ પર પણ ફરતા જોવા મળે છે. દિપડાના એવા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા જેમાં દીપડો બિન્દાસ્ત શહેરી વિસ્તારમાં દોડી રહ્યો છે. શહેરી વિસ્તારમાં દિપડાની અવરજવરથી સ્થાનિકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. દીપડો CCTVમાં કેદ થયો છે અને તે પણ રહેણાંક વિસ્તારમાં.

આ પ્રકારે દીપડો જોવા મળતા સ્થાનિકો રહિશોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોએ દિપડાની અવરજવરને લઇને વનવિભાગને તાકિદે જાણ કરી હતી. તેમજ દિપડાને પાંજરે પૂરીને વન્ય વિસ્તારમાં મોકલી આપવા રજૂઆત કરી હતી. સિહોરના શહેરી વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસોથી દિપડાનો પરિવાર લટાર મારતા જોવા મળે છે જેના કારણે લોકોમાં ભય ઉભો થયો છે અને બીજી બાજુ લોકોને રાતભરના ઉજાગરા થઈ રહ્યા છે

Exit mobile version