Sihor

સિહોરમાં છેલ્લા એક માસથી દિપડાના આંતક સામે ફોરેસ્ટ વિભાગ એક્શનમાં ; ઉચ્ચ અધિકારીઓની રૂબરૂ મુલાકાત

Published

on

પવાર

  • ફોરેસ્ટના ઉચ્ચ અધિકારીઓ વિવિધ સ્થળોએ મુલાકાત લીધી, પાંજરાઓ વધારાયા, દિપડાને પાંજરે પુરવાની વનવિભાગની કવાયત

સિહોર શહેર અને ગ્રામ્ય વિસ્તારના ડુંગર વિસ્તારમાં છેલ્લા એક મહિનાથી દીપડાના આંતક સામે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ એક્શન મોડમાં આવ્યો છે આજે ફોરેસ્ટ વિભાગના ઉચ્ચ અધિકારીઓ શહેરના વિવિધ વિસ્તારોની મુલાકાત લીધી છે સિહોર શહેર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તાર તેમજ ડુંગરના ગાળાની અંદર છેલ્લા એક મહિનાથી દિપડાના આંટાફેરાને લઈને લોકોમાં ગભરાટ અને ફફડાટ ઉભો થયો છે છેલ્લા 15 દિવસથી ફોરેસ્ટ વિભાગ દ્વારા દીપડાને પકડવા માટે તજવીજ હાથ ધરવામાં આવી રહી છે

In Sihore, the Forest Department has been in action against the threat of leopards for the past one month; Face-to-face meeting with high officials

ત્યારે દીપડો ખૂબ જ ચાલાક હોવાને કારણે પાંજરા સુધી પહોંચતો નથી અને પાંજરામાં પુરાતો નથી ત્યારે દીપડો રાત્રે શહેરી વિસ્તારની અંદર જ્યાં જુઓ ત્યાં આંટા ફેરા જોવા મળી રહ્યો છે ત્યારે આ દીપડો કોઈ મોટી જાનહાની પહોંચાડે તે પહેલા આ દીપડાને પાંજરે પૂરવામાં આવે તેવી એક લોકમાંગ ઉઠી છે આજે સિહોરના ફોરેસ્ટ વિભાગના અધિકારી સોલંકી, સ્ટાફના વ્યાસ, પૃથ્વીરાજસિંહ ચૌહાણ વગેરે દ્વારા ખૂબ જ ખૂબ જ ગંભીરતાપૂર્વક કામગીરી કરી રહ્યા છે આજે ફોરેસ્ટ વિભાગ સ્ટાફ દ્વારા ઘટના સ્થળોની મુલાકાત લઈને ઘટતું યોગ્ય કરવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી અને વધુ પાંજરા મુકવામાં આવે અને દિપડો વહેલી તકે પાંજરે પુરાઈ જાય તે માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે

Exit mobile version