Sihor
સિહોર મકાતનાઢાળ ભુતાશેરીમાં સપ્લાય વાલમેને પરિવારવાદમાં ગેરકાયદેસર પાણીના કનેક્શનો રાતો રાત આપી દીધા
સલીમ બરફવાળા
સૌથી મોટો ખુલાસો
રોડ બન્યા પછી ભુતા શેરીમાં રહેતા તમામ પરિવારો પાણી માટે ટળવળતા હતા, અનેક રજુઆતો છતાં કોઈએ ધ્યાને ન લીધું, જોકે અહીં જે વાલમેન છે તેમના સંબંધીઓ અહીં રહે છે, તેઓને રાતોરાત પાણીના ગેરકાયદેસર કનેક્શનો આપી દીધા, અહીં હજુ પણ અનેક પરિવારોની પાણી માટે નર્ક જેવી જિંદગી જીવે છે
સિહોરના મકાતનોઢાળ ભુતાશેરીમાં રહેતા અનેક પરિવારના લોકો પાણી વગર દોજખ જેવી જિંદગી પસાર કરી રહ્યા છે. પાણી વગર રીતસર ટળવળી રહ્યા છે, અહીં પાંચ મહિના અગાઉ રોડ બન્યા પણ પછી પાણી સપ્લાયની હાલત કફોડી થઈ ગઈ છે. જોકે અહીંના વાલમેને તેમના સંબંધી કે પરિવારવાદના લોકોને ગેરકાયદેસર પાણીના કનેક્શનો રાતો રાત આપી દીધા છે તે સૌથી મોટી બાબત સામે આવી છે. છેલ્લા મહિનાઓથી કેટલાક પરિવારોને અહીં પાણીનું ટીપું મળ્યું નથી. જેથી લોકોને જીવવું દુષ્કર થઈ રહ્યું છે. ઉનાળાની અસહ્ય ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી રહ્યા છે.
જેથી પાણી વગર અહીંના લોકોની સ્થિતિ નર્ક કરતા બદતર બની છે પરિવારોને જીવવું મુશ્કેલ બન્યું છે પરંતુ નગરપાલિકા પાણી સપ્લાયના વાલમેને અહીંના કેટલાક પરિવારોને રાતના અંધારામાં ગેરકાયદેસર કનેક્શનો આપી દીધા હોવાની ચોંકાવનારી બાબત સામે આવતા અહીં રહેતા અનેક પરિવારોમાં રોષ વ્યાપ્યો છે. આવતા દિવસોમાં આંદોલનના માર્ગે જવાના એંધાણ વર્તાઈ રહ્યા છે..
વધુ આવતીકાલે
કલેકટર ધારાસભ્ય અને મુખ્યમંત્રી સુધી રજુઆતનો તખ્તો તૈયાર
સમગ્ર મામલે શંખનાદ છેલ્લા બે દિવસથી અહેવાલો પ્રસિદ્ધ કરી તંત્ર સામે લોકોની વાત મૂકી રહ્યું છે જોકે હકીકત એ છે કે હજુ કેટલાક પરિવારો મહિનાઓથી પાણી માટે ટળવળે છે આવતા એકાદ બે દિવસમાં કલેકટર ધારાસભ્ય અને મુખ્યમંત્રીને રૂબરૂ મળવા જવા માટેનો તખ્તો ઘડાઈ રહ્યો છે