Sihor
સિહોરમાં ૧૮ વર્ષની યુવતીએ ઘરે ગળેફાંસો ખાઈ જીવન અધ વચાળે છોડતા ચકચાર મચ્યો
દેવરાજ
- આત્મહત્યાના આંકડા હવે અટકશે ?
- સિહોરમાં ફરી એક પછી એક આત્મહત્યા ના બનાવોનો સિલસિલો શરૂ – તંત્ર માટે ઘટનાઓ ચિંતાજનક
સિહોરમાં એક સમયે આત્મહત્યાનો સિલસિલો શરૂ થયો હતો જે માંડ માંડ અટક્યો હતો. ત્યારે ફરી એજ સમય પુનરાવર્તન તરફ આગળ વધી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. એક મહિના ના સમયગાળા માં ઉપરા છાપરી ચાર પાંચ આત્મહત્યા ના બનાવો સિહોર પંથકમાં બની ગયા છે જે ખરેખર ચિંતાનો વિષય તંત્ર માટે બની રહ્યો છે. આજે ફરી સિહોરના શર્મા પાર્કમાં રહેતી અઢાર વર્ષીય યુવતીએ પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોથી ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
શર્મા પાર્કમાં રહેતી પૂજા ધારશીભાઈ હળવદિયા ગળેફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. પરિવારમાં બે ભાઈને એક બહેન હોવાનું જાણવા મળેલ છે. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને આગળની તપાસ હાથ ધરી હતી. આ નાની ઉપરમાં આત્મહત્યા નું પગલું ભરવાનું કારણ બહાર આવે કે ન આવે પરંતુ આ સિહોર પંથકમાં ફરી વધી રહેલી ઘટનાઓ ઉપર વહેલી તકે ગંભીરતા લઈને યુવાનો ને સાચો માર્ગ દેખાડવા માટે તંત્રએ પગલાં ભરવા જરૂરી બન્યા છે. બનાવના પગલે પોલીસ તંત્રએ તપાસ આદરી છે