Sihor

સિહોર શહેરમાં રખડતા ઢોરના ત્રાસથી રાહદારીઓ ત્રાહિમામ

Published

on

દેવરાજ

નગરપાલિકાનું જવાબદાર તંત્ર ખુલ્લી આંખે ઉંઘી રહ્યું છે અને લોકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે

સિહોર શહેરમાં છેલ્લા થોડા દિવસોથી રખડતા ઢોરનો ત્રાસ અસહ્ય વધી જતા રાહદારીઓ આ ઢોરની ધીકે ચડી નાની મોટી ઈજાઓનો શિકાર બની રહ્યા છે ત્યારે જવાબદાર નગરપાલિકાનું નિંભર તંત્રની નિષ્ક્રીયતા ટીકાસ્પદ બની છે. સિહોર શહેરની મેન બજાર વડલા વાળી ખોડિયારથી મોટા ચોક સુધીની બજાર, કાપડ બજાર રેડીમેન બજાર, સોની બજાર, કટલેરી બજાર, શાકબકાલા તથા ફ્રુટની દુકાનો તેમજ બે શાકમાર્કેટો આવેલ હોય તેમજ મીઠાઈઓની દુકાનો પણ આવેલ હોય જેના કારણે સવારથી સાંજ સુધી આવી બજારોમાં ધુમ ગીરદી રહેતી હોય છે.

In Sehore city, pedestrians were harassed by stray cattle

મુખ્ય બજારોમાં મેળાવડો તેવી ગીરદી સવારથી સાંજ સુધી રહે છે પરંતુ આવી દરેક બજારોમાં તથા સિહોરના જાહેર રસ્તાઓ પર રખડતા ભટકતા માલ ઢોરોનો સખત ત્રાસ છે અને આવા માલઢોર ખુંટીયાઓનો પણ અવારનવાર જાહેર રસ્તાઓ પર બાખડતા રાહદારીઓ અને વાહન ચાલકોને અડફેટે લઈ લે છે અને અવાર નવાર લોકો નાની મોટી ઈજાઓનો ભોગ બને છે સિહોર શહેરમાં આવા ખુંટીયા તથા રખડતા ભટકતા માલઢોરના કારણે સિહોરની જનતા તોબા પુકારી ગઈ છે અને અવારનવાર આવા ખુંટીયા રાહદારીઓને ઢીકો મારી હાની પહોંચાડી રહ્યા હોવા છતાં સિહોર નગરપાલિકાનું અંધેર તંત્ર દ્વારા કોઈ પગલા લેવામાં નહીં આવતા સિહોરની જનતામાં રોષની લાગણી ઉત્પન્ન થવા પામી છે તો પાલિકાનું તંત્ર પોતાની ઘેરી નીંદરમાંથી જાગી યોગ્ય કાર્યવાહી કરશે ખરૂં ?

Advertisement

Exit mobile version