Bhavnagar
સતયુગમાં રામ નામે પથ્થર તરી ગયાં હતા તો કળયુગમાં મોદીના નામે ધારાસભ્યો તરી ગયાં
કુવાડિયા
ગુજરાત વિધાનસભાની ચુંટણીના ઉમેદવાર જાહેર થતાની સાથે જ ભાજપમાં જ વિરોધ શરુ થઈ ગયો હતો. આ વિરોધના કારણે ભાજપને નુકસાન થશે તેવી ગણતરી થઈ રહી હતી. જોકે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના મોદી મેજીકથી ભાજપે અત્યાર સુધીમાં સૌથી સારો દેખાવ કર્યો છે. જે રીતે સતયુગમાં રામાયણ કાળમાં રામના નામે પથ્થર તરી ગયાં હતા અને રામ સેતુ બની ગયો હતો તેવી જ રીતે કળયુગની આ ચુંટણીમાં મોદીના નામે ધારાસભ્ય તરી (જીતી) ગયાં છે તેવું લોકો કહી રહ્યા છે. આ ચુંટણી બાદ લોકોએ સોશ્યલ મિડિયામાં પોસ્ટ મુકી છે તેમાં સ્પષ્ટ કહ્યું છે, ભાજપના કોર્પોરેટરો, ધારાસભ્યો, સંસદ સભ્યોને સ્પષ્ટ ચેતવણી. જનતા તમારી કામગીરી જોઈને નહી પરંતુ માદી સાહેબની છબી, નિષ્ઠા,દેશ ભક્તિ, જોઈને જ તમને મજબુરીમાં મત આપે છે.
તમે સુધરી જાવ તો સારુ. નહી તો તમારા પાપે પ્રજાને મોદી સાહેબ જેવા પ્રધાન મંત્રી ખોવાનો વારો આવશે. મતદારોએ મોદીના નામે ભાજપના ઉમેદવારોને મત આપ્યા છે તેના માટે આવી એક બે નહી સંખ્યાબંધ પોસ્ટ સોશ્યલ મિડિયામા જોવા મળી રહી છે આ જ સાબિત કરે છે કે પ્રજાએ ભાજપના ઉમેદવાર કે સ્થાનિક નેતાઓને જોઈને નહીં માત્ર નરેન્દ્રભાઈ મોદીને જોઈને કમળને મત આપ્યો છે. તેથી હવે મતદારો જીતેલા ધારાસભ્યોને લોક હિતના કામ માટે જોડાવવા માટે સીધી ચેતવણી આપી રહ્યાં છે.