Sihor

સિહોરના પીપરડી ગામે પરિણીતાએ ગળાફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી

Published

on

પવાર

  • રિસામણે રહેલી પત્નીને તેડી લાવ્યા બાદ ફરી ત્રાસ ગુજારવાનું શરૂ કરતા અંતિમ પગલું ભર્યું, ભાઈએ મૃતક બહેનના પતિ, સાસુ-સસરા સામે ફરિયાદ : સાસરિયાના ત્રાસથી મહિલાનો આપઘાત

સિહોર તાલુકાના પીપરડી ગામે પતિ, સાસુ સસરાના કાયમી ત્રાસથી કંટાળી જઈ એક મહિલાએ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધાના બનાવે ચકચાર મચાવી છે. જે ઘટના બાદ બહેનને મરવા મજબૂર કરનાર તેણીના પતિ, સાસુ-સસરા સામે પોલીસમાં ફરિયાદ દાખલ કરાવવામાં આવી હતી. બનાવ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર સિહોરના પીપરડી ગામે ગઈકાલે ગુરૂવારે રેખાબેન બારૈયા નામની ૩૭ વર્ષીય મહિલાએ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. જે બનાવ અંગે મૃતકના ભાઈ મુળજીભાઈ બાવજીભાઈ મહિડા (રહે, ઘરવાળા, તા.ઉમરાળા)એ સોનગઢ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, તેમના બહેનને છેલ્લા આઠ વર્ષથી શરીરે કોઢ નીકળેલા હોય, જે તેના પિતાને ગમતું ન હોય, અવાર-નવાર ઝઘડો કરતો હતો.

in-pipardy-village-of-sihore-a-married-woman-cut-short-her-life-by-hanging-herself

જેથી પતિ-પત્ની વચ્ચે ઘરકંકાસ ચાલતી હોય, રેખાબેનએ છુટાછેડા અને ભરણપોષણ માટે અરજી પણ કરી હતી. ત્યારબાદ જ્ઞાતિના વડીલોની દરમિયાનગીરીથી બન્ને વચ્ચે સમાધાન થતાં પિયરમાં રિસામણે રહેલા રેખાબેનને પતિ તેડી ગયો હતો. પરંતુ પતિ, સાસુ-સસરાએ ત્રાસ ફરી શરૂ કરી મરવા મજબૂર કરતા તેમના બહેને જીવાદોરી ટૂંકાવી લીધી હતી. બનાવ અંગે પોલીસે મૃતકના પતિ, સાસુ- સસરા રમેશ વાલજીભાઈ બારૈયા , વાલજી ખોડાભાઈ બારૈયા અને ગંગાબેન વાલજીભાઈ બારૈયા સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Trending

Exit mobile version