Palitana

પાલીતાણામાં જીપ ચાલકે ગાયને ઢસેડવાનો કર્યો પ્રયાસ, પશુપ્રેમીઓ લાલધુમ

Published

on

પવાર

કાર ચાલક વિરૂદ્ધ ફિટકારની લાગણી

જીપ ચાલક ભૂલ્યો ભાન, શરમજનક કૃત્યના CCTV આવ્યા સામે, પાલીતાણામાં ભાન ભૂલેલા જીપ ચાલકે ગાયને ઢસેડવાનો પ્રયાસ કર્યો

માનવતાનો સાચો અર્થ ન સમજનાર ઘણાં લોકો પોતાના અભિમાની મિજાજમાં અબોલ પશુને અનેક પીડા આપતા હોય છે, માનવતા ખરેખર મરી પરવારી હોય તેવો એક કિસ્સો સામે આવ્યો છે. પાલીતાણામાં જીપ ચાલકે ગાય પર ગાડી ચડાવવાનો પ્રયાસ કર્યો અને તેને ઢસેડી છે. ઠાર જીપ ચાલકે રોડની સાઈડમાં બેસેલી ગાય પર ગાડી ચડાવવાનો પ્રયાસ કર્યો છે તેમજ તેને ઢસેડી હોવાનું વીડિયો સામે આવ્યો છે. કહેવાય છે કે, અબોલ પશુ સાથે આવી ક્રૂરતા ગુજારવા બદલ સમગ્ર પંથકમાં કાર ચાલક વિરૂદ્ધ ફિટકારની લાગણી વ્યાપી છે તેમજ પશુપ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.

In Palitana, a jeep driver tried to run over a cow, animal lovers were outraged

અત્રે તમને જણાવી દઈએ કે, ભાન ભૂલેલા જીપ ચાલક દ્વારા ગાયને હડફેટે લેતાના સીસીટીવી પણ સામે આવ્યા છે. ગાયને શાસ્ત્રોમાં માતાનું બિરુંદ અપાયો છે ત્યારે આવા અસામાજિક ક્રૂરતા દર્શાવતા લોકો સામે કડક પગલા લેવાવા જોઈએ તેવી માગ પણ ઉભી થઇ છે અત્રે તમને જણાવી દઈએ કે, પશુને મારવા, અનાવશ્યક પીડા થાય તેવો વર્તાવ કરવી જેવા કૃત્યો બદલ દંડ અથવા કેદ અથવા દંડ અને કેદ બંને શિક્ષાને પાત્ર ગુનો ગણાય છે..

Advertisement

Trending

Exit mobile version