Sihor

સિહોર તાલુકાના જાંબાળા ગામે વરરાજા સાથે પરિવારના સભ્યોએ વાજતે ગાજતે મતદાન કર્યું

Published

on

પવાર

સિહોર તાલુકાના જાંબાળા ગામે આજે વરરાજા તેમના પરિવારના સભ્યો સાથે મતદાન કરવા માટે વાજતે ગાજતે મતદાન મથકે પહોંચ્યા હતા અને લોકશાહીના મહાપર્વ મતદાનને પોતાની ફરજ સમજી પરિવારના સભ્યો સાથે મતદાન કર્યું હતું, અને લોકોને પણ મોટી માત્રામાં મતદાન કરવા માટે અપીલ કરી હતી. આજે અવસર લોકશાહીનો, લોકશાહીના મહાપર્વનો સાથે સાથે લગ્નસરાની સિઝન પણ ચાલી રહી છે, પરંતુ લગ્નના અવસરની સાથે લોકશાહીના અવસરને પણ પોતાની ફરજ સમજી વરરાજા જાનૈયા સાથે મતદાન કરવા મતદાન મથકે પહોંચ્યા હતા.

In Jambala village of Sihore taluk, the family members of the bridegroom cast their vote together.

સિહોર તાલુકાના જાંબાળા ગામે એક લગ્નપ્રસંગ યોજાયો હતો પરિવારમાં લગ્નનો અવસર હોય ખૂબ જ વ્યસ્તતા હોવા છતાં વરરાજાએ મતદાનને પણ અગત્યનું સમજી તેમના પરિવારના સભ્યો સાથે પીઠીની વિધિ બાદ મતદાન કરવા માટે ઢોલ શરણાઈ સાથે મતદાન મથકે પહોંચ્યા હતા. ઢોલના તાલે વરરાજા મતદાન મથકે પહોંચતા સૌ કોઈ અચંબિત થયા હતા. વરાજાએ જણાવ્યું હતું કે લગ્નનો અવસર મહત્વનો છે જ પરંતુ લોકશાહીનો અવસર પણ એટલો જ મહત્વનો છે, જેને લઈને તેઓ પીઠી બાદ મતદાન કરવા માટે મતદાન મથકે પહોંચ્યા હતા

Exit mobile version