Mahuva
ઈરાનમાં મહુવાના પરિવારને નડ્યો અકસ્માત, પતિ,પત્ની અને પૌત્રનું ઘટના સ્થળે જ મોત
બરફવાળા
- ઇરાનમાં અકસ્માતમાં મહુવાના ખોજા પરિવારના 3 સભ્યોના મોત, મૂકી શહેરમાં કાર પલ્ટી ખાતા દંપતિ સહિત પૌત્રનું પણ મોત
મૂળ મહુવાના રહેવાસી હાલ ઈરાન ખાતે રહેતા 3 લોકોના મોત નિપજતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. આ પરિવાર 2 વર્ષ પહેલાં હોટલ વ્યવસાય માટે ઈરાન સ્થાઈ થયા હતા. મહુવામાં પંજેતની બ્રધર નામની પેઢી ધરાવતા અને 2 વર્ષ પહેલાં ઈરાન ગયેલ પરિવારને અકસ્માત નડતા મોતને ભેટ્યા છે. મહુવા શહેરમાં પંજેતની બ્રધર્સ નામની પેઢી ધરાવતા પરિવારના ત્રણ સભ્યોને ઇરાનમાં કાર અકસ્માતમાં મોત નિપજવા પામ્યા હતા. બે વર્ષથી ઇરાનના મૂકી શહેરમાં હોટલના વ્યવસાય અર્થે સ્થાયી થયેલા અને મૂળ મહુવામાં રહેતા પંજેતની બ્રધર્સ પરિવારના ત્રણ સભ્યોનો મૂકી શહેરમાં કાર અકસ્માત થવા પામ્યો હતો જેમાં દંપતી સહિત તેના પૌત્રનું પણ આ કાર અકસ્માતમાં મોત નિપજવા પામ્યું હતું.
જેમાં રફીકઅલી તથા તેમનો પરિવાર કાર લઇને મુસાફરી કરી રહ્યા હતા ત્યારે ઇરાનના મુકી શહેર નજીક ભારતીય સમય પ્રમાણે સવારે 8 કલાકે કારનો અકસ્માત થતા રફીકઅલી રજબઅલી મિન્સારીયા (ઉ.વ.65) તથા તેમના પત્ની બતુલબાનું રફીકઅલી મિન્સારીયા(ઉ.વ.62)તેમજ તેમના પૌત્ર અલીજવાદ મોહમદઅલી મિન્સારીયા (ઉ.વ.10) નું કાર અકસ્માતમાં મૃત્યુ થવા પામ્યું હતું. જેની જાણ મહુવામાં થતા ખોજા સમાજમાં ભારે દુ:ખની લાગણી વ્યાપી હતી. આ અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ વ્યક્તિના મૃત્યુની જાણ મહુવામાં થતા ખોજા સમાજ તથા વેપારી જગતમાં ભારે દુ:ખની લાગણી વ્યાપી હતી.