Gujarat

ગુજરાતમાં હવે કલમ 144ના ઉલ્લંઘન બદલ પોલીસ કરી શકે છે ફોજદારી કાર્યવાહી

Published

on

કુવાડિયા

ગુજરાતમાં પ્રદર્શનકારીઓની હવે ખેર નહિ : પોલીસ કરશે કડક કાર્યવાહી : મળી વધુ સત્તા : ‘કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર બિલ’ને રાષ્‍ટ્રપતિએ આપી મંજૂરી : સરકાર વિરોધી આંદોલનમાં હવે પોલીસ પોતે જ ફરિયાદી બની શકશે : ૧૮૮ હેઠળ કાર્યવાહી કરશે

ગુજરાતમાં ક્રિમિનલ પ્રોસિજર કોડ (સીઆરપીસી)ની કલમ ૧૪૪નો અમલ ચાલુ હોવા છતાં જાહેર સ્‍થળોએ વિરોધ પ્રદર્શન કે દેખાવો સહિતના ઉલ્લંઘનકારી કાર્યક્રમો યોજનારા લોકો સામે હવે ફોજદારી ગુનો દાખલ થઇ શકશે. ગુજરાત સરકારના આ અંગેના એક ખરડાને રાષ્ટ્રપતિની મંજૂરી મળી છે. રાષ્ટ્રપતિની મંજૂરીને લીધે ગુજરાતની પોલીસને વધુ સત્તા મળી છે.
ગુજરાત વિધાનસભામાં ગત વર્ષે ક્રિમિનલ પ્રોસિજર કોડ (ગુજરાત સુધારો) બિલ ૨૦૨૧ પસાર કરવામાં આવ્‍યું હતું. આ વિધેયક કલમ ૧૪૪ સીઆરપીસી હેઠળ જારી કરાયેલા નિષેધાત્‍મક આદેશોના કોઈપણ ઉલ્લંઘનને ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ (જાહેર સેવક દ્વારા યોગ્‍ય રીતે જાહેર કરાયેલા આદેશનો અનાદર) હેઠળ નોંધનીય (દખલપાત્ર) ગુનો બનાવી શકે છે.

In Gujarat, police can now take criminal action for violation of Section 144

આ ઉપરાંત, સીઆરપીસીની કલમ ૧૯૫માં સુધારા મુજબ સંબંધિત જાહેર સેવકની લેખિતમાં ફરિયાદ સિવાય કોઈપણ અદાલત જાહેર સેવકોની કાયદેસર સત્તાના તિરસ્‍કાર માટે કોઈપણ ગુનાહિત કાવતરાની નોંધ લેશે નહીં. ગૃહ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્‍યું હતું કે ફોજદારી કાર્યવાહીની સંહિતા (ગુજરાત સુધારો) બિલ ૨૦૨૧ને રાષ્ટ્રપતિ દ્વારા સંમતિ આપવામાં આવી છે. બિલના નિવેદન અને ઓબ્‍જેક્‍ટ્‍સ મુજબ ગુજરાત સરકાર, પોલીસ કમિશનરો અને જિલ્લા મેજિસ્‍ટ્રેટને સીઆરપીસી કલમ ૧૪૪ હેઠળ પ્રતિબંધિત આદેશો જારી કરવાની સત્તા આપવામાં આવી છે. કેન્‍દ્ર સરકારના એક અધિકારીએ જણાવ્‍યું હતું કે ફરજો પર તૈનાત પોલીસ અધિકારીઓ સામે ૧૪૪ની કલમની ઉલ્લંઘનની ઘટનાઓ સામે આવે છે ત્‍યારે આઇપીસીની કલમ ૧૮૮ હેઠળ ઉલ્લંઘન કરનારાઓ સામે યોગ્‍ય કાનૂની કાર્યવાહી કરવાની જરૂર છે. જોકે, સીઆરપીસીની કલમ ૧૯૫ (૧૯૭૩) આવા આદેશ જારી કરનાર જાહેર સેવક માટે ઉલ્લંઘન કરનારાઓ સામે ફરિયાદી બનવાનું ફરજિયાત બનાવે છે, જેનાથી ઉલ્લંઘનની નોંધ લેવામાં અવરોધ ઊભો થાય છે કલમ ૧૯૫ (૧) (એ) (૨) સીઆરપીસી અધિકારક્ષેત્રની અદાલતોને સંબંધિત જાહેર સેવકની લેખિતમાં ફરિયાદ સિવાય ગુનાઓની નોંધ લેવાથી પ્રતિબંધિત કરે છે. આઇપીસીની કલમ ૧૮૮ હેઠળ મહત્તમ સજા છ મહિનાની કેદ છે.

Advertisement

Trending

Exit mobile version