Sihor

સિહોર તાલુકાની એક કોલેજમાં સ્કોલરશિપનું ફોર્મ ભરવાનું કહી યુવતી પર દુષ્કર્મ આચરતા ચકચાર મચ્યો

Published

on

પવાર

જૂનાગઢના યુવકના કારનામા, યુવતીના બિભત્સ ફોટા પાડી વાયરલ કરવાની ધમકી અને પિતાને પણ મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસમાં ફરિયાદ, બનાવને લઈ પોલીસ તપાસનો ધમધમાટ, યુવક સામે 376 મુજબ ગુન્હો દાખલ

સિહોર તાલુકામાં આવેલી એક કોલેજમાં ભણતી યુવતીને જૂનાગઢમાં રહેતો મનોજ ગોરધનભાઇ પટેલ નામના શખ્સ યુવતીને સ્કોલરશિપનું ફોર્મ ભરવાનું કહી એક હોટલમાં લઇ જઈ યુવતીના પિતાને જાનથી મારી નાખવાની ધમકી આપી યુવતીની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું.

In a college of Sihore taluk, a girl was molested by asking her to fill a scholarship form; Chakchar

બાદમાં આરોપીએ પોતાના મોબાઇલમાં બિભત્સ ફોટા પાડી વાયરલ કરવાની ધમકી આપી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની એક યુવતીએ સિહોર પોલીસ મથકમાં મનોજ ગોરધનભાઇ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા સિહોર પોલીસે આઇ.પી. સી. કલમ 376 મુજબ ગુનો નોંધી આરોપીને શોધવા ચક્રોગતિમાન કર્યા હતા. બનાવને લઈ ચકચાર જાગી છે.

Advertisement

Exit mobile version