Food
વર્ષો વર્ષ સુધી ચલાવી હોય નૉન-સ્ટિક પેન તો અપનાવો આ 6 સરળ ટિપ્સ
નૉન-સ્ટિકનો ઉપયોગ કરવાની અને તેને સાફ કરવાની રીત સામાન્ય વાસણો કરતાં અલગ હોય છે. ચાલો જાણીએ તેના વિશે.
આજકાલ લગભગ દરેકના ઘરમાં નોન-સ્ટિક પેનનો ઉપયોગ તો થાય જ છે, કારણકે તેમાં રસોઈ દાઝતી નથી અને ઝડપથી બની પણ જાય છે. કારણકે તેનું લેયર ટેફ્લૉનથી બનાવવામાં આવે છે. જોકે તેનો ઉપયોગ કરવાની રીત અને ધોવાની રીત અલગ જ હોય છે.
પરંતુ એકવાર પેનની કોટિંગ ખરાબ થઈ જાય એટલે પછી તેમાં રસોઈ વારંવાર ચોંટવા અને દાઝવા લાગે છે. માત્ર ઉપરથી જ નહીં, નીચેથી પણ તે કાળી થવા લાગે છે. આપણે નોનસ્ટિક પેનની સફાઈ માટે ઘણા અવનવા ઉપાય કરીએ છીએ, છતાં ધાર્યું પરિણામ મળતું નથી અને પેન ચીકણી જ રહે છે.
આજે અમે તમારા માટે લાવ્યા છીએ કેટલીક એવી ટિપ્સ, જેની મદદથી મોંઘી-મોંઘી નોન સ્ટિક પેનને લાંબા સમય સુધી જાળવી રખાય છે અને સાફ પણ કરી શકાય છે. આ ટિપ્સ ચોક્કસથી તમને બહુ મદદરૂપ રહેશે.
ઉપાય – 1
પંકજનો પહેલો નૂસખો ખૂબજ સરળ છે. આ માટે તમારે વધારે કઈં કરવાની જરૂર નથી. નોન સ્ટિક કૂકવેયરમાં પાણી અને લિક્વિડ સોપ નાખી પલાળી રાખો. અડધી પેનમાં પાણી ભરી દેવું. ત્યારબાદ તેમાં 4-5 ચમપી સોપ મિક્સ કરી લો અને 10 મિનિટ માટે રહેવા દો. હવે આ પાણીને સિંકમાં ફેંકી દો અને સ્વચ્છ પાણીથી ધોઈને ટિશ્યૂ પેપરથી ધોઈ લો.
ઉપાય – 2
બીજો ઉપાય એ છે કે, નૉનસ્ટિક વાસણમાં રસોઈ બનાવવા માટે હંમેશાં લાકડાની, સિલિકૉનની કે પ્લાસ્ટિકની ચમચીનો જ ઉપયોગ કરવો જોઈએ. કારણકે આ પ્રકારની ચમચીથી તમારાં વાસણો ખરાબ નહીં થાય અને વાસણો વર્ષો-વર્ષ સુધી સારાં રહેશે. નોન-સ્ટિક વાસણો માટે ક્યારેય સ્ટીલ કે મેટલના ચમચા-ચમચીનો ઉપયોગ ન કરવો જોઈએ.
ઉપાય – 3
નોન-સ્ટિક પેનને ક્યારેય તેજ આંચ પર ગરમ ન કરવી જોઈએ. જો તમે આવું કરશો તો પેનનું લેયર ખરાબ થઈ જશે. જો તમે નોન-વેજ, વેજ કે દાળ બનાવી રહ્યા હોય તો તેને ધીમી આંચે જ બનાવવાં જોઈએ. જલદી રસોઈ બનાવવા માટે તમે પેનને ઉપરથી ઢાંકી શકાય છે, પરંતુ તેજ આંચે રસોઈ ન બનાવવી જોઈએ. તેનાથી પેનનું લેયર બળી જશે અને રસોઈ ચોંટી જશે.
ઉપાય -4
ઘણીવાર રસોઈ બનાવ્યા બાદ આપણે તેને સર્વિંગ બાઉલમાં લઈને ગરમ-ગરમ પેનને જ સિંકમાં મૂકી દઈએ છીએ અને ઠંડા પાણીથી ધોઈ લઈએ છીએ. આવું જરા પણ ન કરવું જોઈએ, કારણકે આમ કરવાથી નોનસ્ટિક પેન બહુ જલદી ખરાબ થઈ જાય છે. યોગ્ય એ જ રહેશે કે, પેનને પૂરેપૂરી ઠંડી કરવી અને પછી જ તેને સાફ કરવી જોઈએ.
ઉપાય – 5
નોન-સ્ટિકને ક્યારેય મેટલની ધારદાર વસ્તુ કે તેક ક્લિનઝરથી સાફ ન કરવી જોઈએ. તેનાથી પેનનું કોટિંગ નીકળી જાય છે અને પેન જલદી ખરાબ થઈ જાય છે. પેનને હંમેશાં મુલાયમ સ્પન્જની મદદથી જ સાફ કરવી જોઈએ. પેનમાં ચોંટેલ ખાવાની વસ્તુને થોડીવાર માટે પાણીમાં પલાળી રાખો અને તેને ગરમ પાણી, માઈલ્ડ સોપ અને નરમ કપડાથી સાફ કરી લો.
ઉપાય – 6
જો તમારી પેનમાં રસોઈ ચોંટી હોય તો, તેને સાફ કરવા માટે ઘસવું નહીં. આ માટે એક સરળ હેક છે. આ માટે પેનમાં બેકિંગ સોડા અને પાણી નાખો. ત્યારબાદ સ્પંજથી રબ કરો અને સ્વચ્છ પાણીથી ધોઈ લો. બસ થઈ ગયું તમારું કામ. તમે પણ આ રીતે તમારી નોન સ્ટિક પેનને સાફ કરી શકો છો.
બીજાં મેટલનાં વાસણોની સાથે નોન-સ્ટિક પેનને ન મૂકવી. તેનાથી પેનમાં ઘસરકા લાગે છે. નોનસ્ટિક પેનને હંમેશાં અલગ જ મૂકવી જોઈએ. સાથે-સાથે બીજાં વાસણોના ઢગલા સાથે નોનસ્ટિક પેનને ન ધોવી જોઈએ. તેને હંમેશાં ધોઈને સૂકવ્યા બાદ અલગ મૂકવી જોઈએ.
અમને આશા છે કે, આ માહિતી તમને ગમી હશે અને તમારા માટે બહુ ઉપયોગી પણ રહી હશે. જો તમને કોઈ ટિપ્સની ખબર હોય તો, અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવો. જો તમને આ લેખ ગમ્યો હોય તો તેને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ વધુ લેખ વાંચવા માટે જોડાયેલ રહો ગુજરાતી જાગરણ સાથે.