Sihor

આ મોંઘવરીમાં માનવતા મોંઘી નથી થઈ – આવો સિહોર એકવાર

Published

on

પવાર

સિહોર ટાણા ચોકડી પાસે મઢુંલી એ રાહત દરે ફરાળી કચોરીનું વિતરણ

હાલ કાળજાળ મોંઘવારી સમયે દરેકચીજ વસ્તુઓ ઓમાં ભાવ ની હાડમારી ને લઈ ગરીબ અને મધ્યમવર્ગના માટે ખુબજ પરેશાની વેઠવી પડે છે ત્યારે ફરસાણ ની દુકાન માં ભાવ વધારો પણ આસમાને છે ત્યારે શ્રાવણ માસ શરૂ થતાં જેઓ મહાદેવ ના ઉપાસકો તમામ વર્ગ ના હોય છે અને ખાસ ગરીબ મધ્યમ પરિવાર માટે ઉપવાસી ઓ માટે ચોક્ક્સ ફરાળ ખૂબ જ ભાવ વધારો હોય છે ત્યારે ફ્રૂટ ઉપર ઉપવાસીઓ ઉપવાસ કરતા હોય છે.

Humanity has not become expensive in this inflation - come here once

ત્યારે મોટી ફરસાણ તેમજ મીઠાઈ ની દુકાન ઉપર ફરાળી ફરસાણ ,કચોરી મીઠાઈઓ માં ખુબ જ ભાવ વધારો ને લઈ સામાન્ય પરિવારો માટે વધુ ખર્ચ ન કરી શકતા હોય ત્યારે કહેવત છે ને ઈશ્વર કોઈ ને ભૂખ્યો સુવાડતો નથી તેની ચિંતા મહાદેવ જ કરતો હોય છે.ત્યારે સિહોર ટાણા ચોકડી પાસે આવેલ બજરંગદાસ બાપા મઢુલી ના લાભાર્થે શ્રાવણ માસ નિમિત્તે મઢુલી ગ્રુપ દ્વારા શ્રાવણ પર્વ નિમિતે સાંજે ચાર કલાકથી રાત્રીના દસ વાગ્યા સુધી આ કચોરીનું વેચાણ રાહતદરે શરૂ કરવામાં આવ્યું છે. જેની સર્વે ભક્તજનોએ નોંધ લેવી.

Humanity has not become expensive in this inflation - come here once

આ જે રકમ આવે તે બાપા બજરંગદાસ મઢુલી ખાતે લોકોને સુખાકારી માટે વિકાસ ના કાર્યમાં વપરાશે તો આ બાબતે તમામ સિહોરના વિસ્તારો આ ધાર્મિક સ્થળે થી રાહતદરે ફરાળી કચોરી નું વેચાણ કરવામાં આવેલ છે. ૧ કિલોગ્રામ ના માત્ર ને માત્ર ૧૨૦ રૂપિયાની કિંમત માં વેચાણ શરૂ છે. તો દરેક ધર્મ પ્રેમીઓ પોતાના પરિવાર ના ઉપવાસી ઓ માટે ફરાળી કચોરી બજરંગદાસ બાપા મઢુલી ટાણા ચોકડી ખાતેથી ખરીદી ધાર્મિક કાર્યમાં સહભાગી બનવા ટાણા ચોકડી મઢુલી ગ્રુપ દ્વારા ભાવભર્યું આમંત્રણ છે.

Advertisement

Exit mobile version