Sihor

સિહોર પંથકમાં વરસાદની ધડબડાટી ; કરા પડ્યા ; રસ્તા પર બરફની ચાદર

Published

on

પવાર – બુધેલીયા

મોસમે કરવટ બદલી, હિમાલયની હીમવર્ષા જેવો માહોલ ; કરાના વરસાદથી લોકોમાં કૌતુક, વીજળીના કડાકા અને વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ ; છેલ્લા 3 દિવસથી વાતાવરણમાં આવેલા પલટાને કારણે ખેડૂતો ચિંતિત, માવઠાને લીધે ખેતીપાકોને નુકશાન

સિહોર પંથકમાં મોસમે કરવટ બદલી હોય તેમ ભર ઉનાળામાં હિમાલયની હીમવર્ષા જેવો માહોલ સર્જાયો હતો. પંથકમાં કરા સાથે વરસાદની ધડબડાટી બોલી હતી. જેના કારણે માર્ગો પર બરફની ચાદર છવાઈ જતાં બરફ વર્ષાથી લોકોમાં કૌતુક સર્જાયું હતું. સિહોર ઉપરાંત પંથકમાં પણ મેઘરાજાએ વીજળીના કડાકા-ભડાકા સાથે કમોસમી વરસાદ વરસાવી દીધો હતો. સિહોર પંથકમાં બપોરના બે કલાક બાદ વાતાવરણમાં પલટો આવતા એકાએક ઠંડા માહોલ વચ્ચે ભરઉનાળે ચોમાસાનું ઋતુ આવી ચડી હોય તેમ હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ ગાજવીજ અને પવન સાથે વરસાદ અને કરા વરસ્યા હતા.

Heavy rains in Sihore district; Hail fell; Sheets of snow on the road

અચાજક જ કાશ્મીર જેવો માહોલ સર્જાતા લોકોમાં નાસભાગ મચી હતી. જ્યારે આકાશમાંથી વરસી રહેલા બરફના મોટા કરાના અવાજથી લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. સિહોર અને આજુબાજુના ગામોમાં અડધા કલાક જેટલા સમય સુધી કરા સાથે વરસાદ વરસતા રસ્તાઓ પર બરફની ચાદર છવાઈ ગઈ હતી. જેના કારણે વાહનચાલકો જાણે કાશ્મીર-હિમાચલ પ્રદેશમાં પહોંચી ગયા હોવાનો આભાસ થયો હતો. ઘણાં વર્ષો બાદ કરાનો વરસાદ થતાં લોકોએ કુતૂહલ સાથે કુદરતના કારનામાની મોજ માણી હતી. વરસાદનો સોપો પડી ગયો હોય તેમ જનજીવન થંભી ગયું હતું.

Heavy rains in Sihore district; Hail fell; Sheets of snow on the road
Heavy rains in Sihore district; Hail fell; Sheets of snow on the road

 

Advertisement

સિહોર ઉપરાંત તાલુકાના ખારી, કનાડ, મઢડા, સખવદર સહિતના ગામોમાં પણ કમોસમી વરસાદ વરસ્યો હતોે. જેના કારણે ખેડૂતોમાં ચિંતાની લહેર પ્રસરી હતી. તો સામાન્ય લોકો સ્વેટર પહેરવા કે એસી-પંખા શરૂ કરવા ? તેવી મૂંઝવણમાં મુકાયા હતા. ચાલુ સીઝનમાં પુનઃ એકવાર માવઠાનો માર થતા ખેડૂતોની આર્થિક હાલત કફોડી બનવા પામી છે. કમોસમી વરસાદને લઈ સિહોર પંથકના વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી.

Exit mobile version