Bhavnagar

વડાપ્રધાનના કાર્યક્રમમાં હજારોની જનમેદની ભાવનગરમાં ઉમટી પડવાની છે-ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી

Published

on

  • વડાપ્રધાનશ્રી કાયાપલટ કરનાર વિવિધ વિકાસ કાર્યોની ભેટ ભાવનગરને આપવાનાં છે-શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઇ વાઘાણી

ભાવનગરની વડાપ્રધાનશ્રીની ભાવનગરની મુલાકાત સંદર્ભે ભાવનગરની ઉડતી મુલાકાતે આવેલાં ગૃહ રાજ્યમંત્રીશ્રીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, ભાવનગરની જનતા વડાપ્રધાનશ્રીના વંદન કરવાં અને તેમને આશિર્વાદ આપવાં માટે એટલી મોટી સંખ્યામાં ઉમટી પડવાની છે કે, આજે બાંધેલો ડોમ પણ ટૂંકો પડી જશે તેટલો જનશૈલાબ ઉમટી પડવાનો છે.

harsh-sanghvi-saiys-thousands-of-people-will-join-in-program-of-pm-modi

તેમણે વધુમાં ઉમેર્યું કે, વડાપ્રધાનશ્રીના વધામણાં કરવાનો અનોખો ઉત્સાહ દેખાઇ આવે છે. તંત્ર દ્વારા પણ રાત- દિવસ મહેનત કરીને આ અવસરને દિપાવવાં માટે જે મહેનત કરવામાં આવી રહી છે તેનાથી તેમણે સંતોષ વ્યક્ત કર્યો હતો.

harsh-sanghvi-saiys-thousands-of-people-will-join-in-program-of-pm-modi

આ ઉપરાંત નવરાત્રી અંગે તેમણે જણાવ્યું કે, નવરાત્રીએ આપણી પરંપરા છે. ગરબા આપણી સંસ્કૃતિ છે. અંબા માં આપણી આસ્થા છે ત્યારે નવરાત્રીમાં રાત્રે ખેલૈયાઓ રાત્રે ૧૨-૦૦ વાગ્યા સુધી ગરબા કરી શકે તે માટે મહાનગરોમાં શાંતિથી ગરબા થઇ શકે તે માટે ગૃહ વિભાગ દ્વારા નિયમો અમલમાં મૂકવામાં આવે છે.

harsh-sanghvi-saiys-thousands-of-people-will-join-in-program-of-pm-modi

લોકો ગરબા બાદ ખાણીપીણી બાદ ઘરે જતાં હોય છે ત્યારે લોકો બંધનો વગર શાંતિથી ઉત્સાહપૂર્વક આ તહેવાર ઉજવી શકે તે માટે અમે કટિબધ્ધ છીએ. કોરોના બાદ મોટાપાયા પર લોકોએ આ માટેનું આયોજન કર્યું છે ત્યારે લોકોનો ઉત્સાહ પણ ટકી રહે તે માટેના પ્રયત્નો કરવામાં આવશે. આ સાથે લોકોની આસ્થા પણ ટકી રહે તે પ્રકારે ગરબા રમવાં માટેની તેમણે અપીલ કરી હતી.આ સાથે શિક્ષણ મંત્રીશ્રીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, ભાવેણાવાસીઓ વડાપ્રધાનશ્રીના આવકારમાં કોઇ કસર છોડવાં માંગતાં નથી. વડાપ્રધાનશ્રીનું ભવ્યાતિભવ્ય સ્વાગત થાય તે માટેની તડામાર તૈયારીઓ તંત્ર અને વિવિધ સંગઠનોના સહકારથી કરવામાં આવી રહી છે.

harsh-sanghvi-saiys-thousands-of-people-will-join-in-program-of-pm-modi
વડાપ્રધાનશ્રી તેમની આ મુલાકાતમાં આશરે ૬ હજાર કરોડના વિવિધ લોકાર્પણો અને ખાતમુહૂર્ત કરવાનાં છેુ તેની વિગતો આપી તેમણે તેનાથી ભાવનગરના વિકાસની એક નવી પરિપાટી કંડારાવાની છે. ભાવનગરની કાયાપલટ થવાની છે.વડાપ્રધાનશ્રીને આવકારવાં માટે ભાવનગર, અમરેલી અને બોટાદની જનતામાં સ્વયંભૂ ઉત્સાહ છે. વડાપ્રધાનશ્રીને ભાવભીનો આવકાર આપવાં માટે અને તેમને સાંભળવાં માટે લોકો આતુર છે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

-સુનિલ પટેલ

Advertisement

Trending

Exit mobile version