Bhavnagar

વિશ્વ કેન્સર દિવસ નિમિત્તે ભાવનગરની એચસીજી હોસ્પિટલ દ્વારા હેર ડોનેશન ડ્રાઇવનું આયોજન ; સૌ પ્રથમ મેયરે વાળ ડોનેટ કર્યા

Published

on

દેવરાજ

  • એક નવી સોચ, અનોખી પહેલ

4 ફેબ્રુઆરી “વિશ્વ કેન્સર દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે ભાવનગર તથા આજુબાજુના લોકોની આરોગ્ય સુખાકારી માટે છેલ્લા 8 વર્ષથી સતત કાર્યરત એચ.સી.જી. હોસ્પિટલ કેન્સર સારવાર માટે જરુરી કેન્સર સર્જરી, કીમોથેરાપી અને રેડિએશન (શેક્)ની સંપુર્ણ સારવાર આપતી એક્માત્ર હોસ્પિટલ છે. એચસીજી હોસ્પિટલ એક નવી સોચ સાથે “વિશ્વ કેન્સર દિવસ”ની અનોખી ઉજવણી કરી રહ્યું છે. જેમાં “બાલ્ડ ઇઝ બ્યુટી” વિષય અન્તર્ગત એક “હેર ડોનેશન ડ્રાઇવ”નું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાનની શરુઆત ભાવનગરના પ્રથમ નાગરીક મેયર કિર્તીબેન દાણીધારીયાએ વીગ બનાવવા માટે જરૂરી વાળનું દાન આપી કેન્સરના દર્દીઓ માટે એક નવી આશા અને પ્રેરણાનો સંચાર કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્સરની સારવાર દરમિયાન ઘણાં દર્દીઓમાં વાળ ઉતરવાની સમસ્યા સામાન્ય હોય છે.

hair-donation-drive-organized-by-hcg-hospital-bhavnagar-on-the-occasion-of-world-cancer-day-first-of-all-the-mayor-donated-hair

આ અભિયાન દ્વારા ઉપ્લબ્ધ થતા વાળમાંથી વીગ બનાવવામાં આવશે, જે કેન્સરના જરુરીયાતમન્દ દર્દીઓને ભેટ આપવામાં આવશે. મેયર દ્વારા એચ.સી.જી. હોસ્પિટલ દ્વારા આયોજિત “હેર ડોનેશન ડ્રાઇવ”ની સરાહના કરવામાં આવી હતી અને ભવિષ્યમાં પણ આવી જ લોકસેવા કરવા માટે શુભેચ્છા આપવામાં આવી હતી. એચ.સી.જી. હોસ્પિટલના C.O.O. ડો. પ્રફુલ ધારાણીએ જણાવ્યું હતું કે, આજના દિવસે ભાવનગર સહિત દેશની તમામ 24 એચ.સી.જી. હોસ્પિટલમા આ મહા અભિયાનની શરુઆત કરવામા આવી છે, જેમાં લગભગ 1000થી પણ વધુ લોકોએ ઉત્સાહપુર્વક ભાગ લઈ અમારી કેન્સરના દર્દીઓ પ્રત્યેની મહેનતને સફળ બનાવી છે અને આ અભિયાનમ ભાગ લેવા બદલ ભાવનગરની જનતાનો આભાર માન્યો હતો.એચ.સી.જી. હોસ્પિટલ દ્વારા આ અભિયાન આવતા દિવસોમાં પણ શરુ રહેશે અને જે લોકો પોતાના હેર ડોનેટ કરવા માંગે છે, તેઓ એચ.સી.જી. હોસ્પિટલનો સમ્પર્ક કરી શકે છે.

Exit mobile version