Bhavnagar

ગુજરાતની રબ્બર ગર્લ એવી ભાવનગરની રબ્બર ગર્લ વિશ્વની ટોપ 1000 મહિલાઓમાં સામેલ!

Published

on

ભાવનગર એટલે કલાની નગરી, ત્યારે ભાવનગરના કલાકારો વિવધ ક્ષેત્રમાં પોતાનું અને ભાવનગરનું નામ રોશન કરે છે. ત્યારે ભાવનગરની દિકરી અને મિસવર્લ્ડ યોગીની તરીકે નામનાં મેળવેલા આંતરરાષ્ટ્રીય યોગ પ્લેયર જાનવી પ્રતિભા મહેતાએ વધુ એક સિદ્ધિ મેળવીને ભાવનગર અને ગુજરાતનું નામ રોશન કર્યું છે.રિપબ્લિક ઓફ વુમન (યુનાઇટેડ નેશન્સ) ના ચીફ એકજ્યુકીટીવ બોર્ડ દ્વારા કલરવ એન.જી.ઓની બ્રાન્ડ એમ્બેસેડર જાનવી પ્રતિભા મહેતાની નારી સશક્તિકરણ માટે કાર્યરત વિશ્વની મુખ્ય 1000  મહિલાની યાદીમાં પસંદગી કરવામાં આવી છે. જેમાં ગુજરાતમાંથી માત્ર જાનવી મહેતાની પસંદગી કરવામાં આવી છે. આ એક હજાર મહિલાઓની યાદીમાં ભારતનાં આઇ.પી.એસ કિરણ બેદી, નંદા દાસ જેવી અનેક પ્રસિદ્ધ મહિલાઓને પણ સ્થાન આપવામાં આવ્યું છે.

ભાવનગર સાથે જ ગુજરાતના ગૌરવમાં વધારો કર્યો છે. જાનવી મહેતાએ યોગ ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ અનેક સિદ્ધિઓ તેને હાંસલ કરી પોતાના નામે અનેક એવોર્ડ મેળવ્યા છે. જાનવી છેલ્લા 17-18 વર્ષ થી યોગ સાથે સંકળાયેલ છે. જાનવી જણાવે છે કે મારા યોગ માં આગળ આવવા ના 2 કારણો છે એક મારા મમ્મી પ્રતિભાબેનની પોતાની ઇચ્છા એવી હતી કે જીવન માં એવા લેવલ સુધી જવુ જોઇએ કે કોઈ પણ ને ઉદાહરણ આપવું હોય તો આપણે કાફી હોઇએ. મોટીવેશન માટે બીજી બધી બુક્સ કરતા આપણો ભુતકાળ જ કાફી હોય અને એમના બધા સપનાઓને હું પુરા કરવા ઇચ્છુ છું.

Gujarat's rubber girl, Bhavnagar's rubber girl is among the top 1000 women in the world!

જાનવીએ જણાવ્યું કે હું એવુ કરવા માગું છું જેથી માતા-પિતા, સમાજ અને દેશનું ગૌરવ બની શકુ અને બીજુ કારણ જયાંથી યોગ માં આવી એવી મારી શાળા સેન્ટ મેરી હાઇસ્કુલમાં મને મારા યોગ ટીચર હીમાદ્રી ગોહેલે મને ખુબ ટ્રેઇન કરી યોગમાં વધુ અને તેમની પાસેથી ઉપરના લેવલ પર પહોચવાની પ્રેરણા પણ મળી. ત્યાર બાદ પાર્થ એક્ટીવીટી અને યોગ એન્ડ કલ્ચરલ એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા આર.જે. જાડેજા સાહેબ અને હર્ષદ સોલંકી સાહેબે મારી પ્રતિભાને બહાર લાવી . હુ જીવનમાં માત્ર કોમ્પીટીશન માટે જ યોગ કરવા નથી ઇચ્છતી. યોગને મે મારા જીવનમાં ઉતાર્યું છે. કારણ કે યોગથી થતા ફાયદાને મે અનુભવ્યા પણ છે અને સાથે- સાથે યોગ આપણી ભારતીય સંસ્કૃતિ છે. જયારે બીજા દેશના લોકો યોગને આટલું મહત્વ આપતા હોય તો આ યોગને જીવનમાં ઉતારવું જ જોઈએ.

ભાવનગરનુ ધરેણુ સમાન અને ભારત દેશનું ગૌરવ વધારનાર દીકરી જાનવી જીગ્નેશભાઈ મહેતાએ 100થી પણ વધુ મેડલો જીત્યા છે. ઉપરાંત આ યોગ માં વર્ડ રેકોર્ડ પણ બનાવ્યા છે. જાનવીને મીસ ગુજરાત, મીસ યોગીની ઓફ ઇન્ડિયા, મીસ યોગીની ઓફ વર્ડ , મહર્ષિ કૈવલ્યા આંતરરાષ્ટ્રીય એવોર્ડ જેવા ખિતાબો પોતાના નામે કર્યા. તેમજ સોશિયલ વર્ક કરતા એન.જી.ઓ. કલરવ તેમજ યોગ એસોશીએશન ના brand ambassador પણ બનાવામાં આવેલ. તેમજ ભાવનગરને હરીયાળુ બનાવતી એવી ગ્રીન સીટી સંસ્થાાના પણ મેમ્બર પણ છે.

Advertisement

Exit mobile version