Bhavnagar

ગુજરાતના પ્રાચીન ગરબા, હુડો, રાસ અને પારંપરિક માહોલમાં થયાં ગુજરાતની અસ્મિતાના દર્શન

Published

on

ભાવનગરમાં સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે ૩૬ મી નેશનલ ગેમ્સનો પ્રારંભ થયો છે ત્યારે ગુજરાતની અસ્મિતા ગણાતાં પ્રાચીન ગરબા અને પારંપરિત ગરબા સાથે ખેલાડીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું

gujarats-ancient-garba-hoodo-raas-and-traditional-settings-of-gujarats-identity

નવરાત્રીનો પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે ગુજરાતમાં ગરબાનું મહત્વ ખૂબ હોય વિવિધ રાજ્યોના ખેલાડીઓનું પરંપરાગત ગરબા તથા હુડો રાસ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. પરંપરાગત સ્વાગત થી ખેલાડીઓ ખૂબ જ અભિભૂત થયા હતા અને પરંપરાગત ગરબા રમતા ખેલૈયાઓ સાથે ગરબાના તાલે ઝૂમી ઊઠ્યા હતા.

gujarats-ancient-garba-hoodo-raas-and-traditional-settings-of-gujarats-identity

નેટબોલના ખેલાડીઓએ ગરબાના ખેલૈયાઓ સાથે ફોટો પડાવીને ગરબે ઝૂમ્યાં હતાં. ખેલૈયાઓએ ટ્રેડિશનલ ડ્રેસ તથા છત્રી સાથે ઢોલ અને શરણાઈનાં તાલે સ્વાગત કર્યું હતું.

gujarats-ancient-garba-hoodo-raas-and-traditional-settings-of-gujarats-identity

સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં હરિયાણા, દિલ્હી, બિહાર, કર્ણાટક, હિમાચલ પ્રદેશ, પંજાબ, તેલંગાણા, કેરળ, મધ્યપ્રદેશ સહિતના રાજ્યોની પુરુષ તથા મહિલા વર્ગની ટીમો નેટબોલ રમી રહી છે ત્યારે તેમનું સ્વાગત ઢોલના તાલ સાથે કરવામાં આવ્યું હતું

Advertisement

Exit mobile version