Gujarat

બિપોરજોય’ સામે સરકાર સજજ: 72 કલાક નાજુક; સૈન્ય સાથે સંકલન

Published

on

કુવાડિયા

મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક બાદ અનેક આદેશો જારી, હોડીંગ્સ, વૃક્ષો, વિજ થાંભલાઓ સહીતના જોખમો સામે ખાસ તાકીદ ; પૂર્વ તૈયારી વ્યવસ્થાપન માટે સુચના : કલેકટરોને સ્વતંત્ર નિર્ણયો લેવાની છુટ

ગુજરાતના દરીયામાં ભયાનક બનેલુ બિપરજોય વાવાઝોડુ આગામી બે-ચાર દિવસમાં ત્રાટકે તેવી સંભાવનાઓને પગલે મુખ્યમંત્રી સહીત આખી સરકાર સ્થિતિની સમીક્ષા અને જરૂર પડયે ઈમરજન્સી પગલા ભરવાની તૈયારીઓ કરી ચુકી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર સ્થિત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતેથી વિડીયો કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે દરીયાઈ કાંઠાના જીલ્લાના કલેકટરો પાસેથી તેમના જીલ્લામાં કરાયેલા આપતી વ્યવસ્થાપન આયોજનની વિગતો જાણી હતી. અંતે તેમણે શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમને ટુંકો કરવાનો અને 6 જીલ્લાઓમાં આ કાર્યક્રમ હાલના તબકકે મોકુફ રાખવાનો નિર્ણય તો લીધો જ હતો તેની સાથોસાથ તેમણે સંભવીત વાવાઝોડાથી લોકોને ઓછામાં ઓછી અગવડ પડે તેમજ સલામતી જળવાઈ રહે તે રીતે આપતિ વ્યવસ્થાપન માટેના દિશા-નિર્દેશો આપ્યા હતા.

Govt ready against Biporjoy': 72 hours critical; coordination with the military

આ બેઠકમાં મુખ્યમંત્રીએ જીલ્લાના કાંઠા વિસ્તારનાં નીચાણવાળા ગામોમાં વસતા લોકોનું જરૂર જણાયે અવશ્ય સલામત સ્થળે સ્થળાંતર કરવા માટે પોલીસ તંત્રની મદદ લઈને પણ નીચાણવાળા વિસ્તારોના લોકોને સલામત આશ્રયસ્થાનોમાં પહોંચાડવા તેમણે તાકીદ કરી હતી. તેમણે વીજળી, પાણી, દવાઓ જેવી આવશ્યક વસ્તુઓના પુરવઠાને જો અસર પહોંચે તો તત્કાલ પુન:સ્થાપન માટેની ટીમો, પંપીંગ મશીન્સ, જનરેટર, સહીત વ્યવસ્થાઓ તૈનાત રાખવા સુચનો કર્યા હતા. સંભવીત વાવાઝોડાને પગલે તીવ્ર ગતિએ પવન ફુંકાવાની સ્થિતિ સર્જાવાની શકયતાઓ ધ્યાનમાં લઈને જીલ્લાઓમાં હોર્ડીંગ્ઝ હટાવી લેવા, માર્ગો પર વૃક્ષો, વીજ થાંભલાઓ પડી જાય તો ત્વરાએ દુરસ્તી કાર્ય હાથ ધરવા માટેની વ્યવસ્થાઓ અંગે તાકીદ કરી હતી.મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ વિડીયો કોન્ફરન્સ બેઠકમાં મહેસુલ, ઉર્જા, માર્ગ-મકાન, વન પર્યાવરણ, બંદરો, સાયન્સ ટેકનોલોજી, પશુપાલન સહિતના વિભાગોનાં વરિષ્ઠ સચીવોએ ઉપસ્થિત રહીને પોતાના વિભાગે કરેલા આગોતરા આયોજનની ભૂમિકા આપી હતી.

Advertisement

Exit mobile version