Sihor

સિહોરના સણોસરા ગઢુંલા વિસ્તારોમાં સરકારની ભેટ ; ગારીયાધાર થી સુરત બસ સેવા શરુ કરાઈ

Published

on

દેવરાજ

ગારીયાધાર થી સુરતથી સુધી નવીન વોલ્વો બસ સેવા શરુ કરવામાં આવી છે. ગત તા ૪ના રોજ ડેપો મેનેજરના હસ્તે બસને લીલીઝંડી આપવામાં આવી હતી. આ નવીન બસ સર્વિસના કારણે સુરત તેમજ દક્ષિણ ગુજરાતમાં વસતા ગ્રામ્ય વિસ્તારના મુસાફરોને ડાયરેક્ટ સુવિધા હવે મળી રહેશે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ(GSRTC) દ્વારા ગારીયાધાર થી સુરત સુધી નવીન બસ સેવા શરુ કરવામાં આવી છે, આ બસ શરૂ થતાં ગ્રામ્ય વિસ્તારના લોકોને રાહ થશે બસ સિહોરના સણોસરા, ગઢુલા, રંઘોળાના ગ્રામ્ય વિસ્તારના લોકો લાભ લેશે. આ નવીન સર્વિસના કારણે સુરત તેમજ દક્ષિણ ગુજરાતમાં વસતા મુસાફરોને ડાયરેક્ટ સુવિધા હવે મળી રહેશે.

Govt gift in Sanosara Garhunla areas of Sihore; Gariadhar to Surat bus service started

બસો સુરતથી સેન્ટ્રલ બસ ડેપોથી ઉપડશે તેમજ બુકિંગ ઓનલાઈન પણ કરાવી શકાશે. નવી બસ સેવા શરુ થતા મુસાફરોને પણ ઘણો લાભ અને રાહત અને સુવિધા મળી રહેશે. ઘણા સમયથી લોકોની બસ સેવા શરુ કરવાની માંગ હતી જીએસઆરટીસી દ્વારા આ માંગને તાત્કાલિક સ્વીકારીને આ બસ શરુ કરવામાં આવી છે. બસ સેવા શરુ થવાથી સૌ નાગરિકોને વ્યાજબી દરે સ્લીપર એસી કોચની વ્યવસ્થાઓ ઉપલબ્ધ થશે. આજ પ્રકારે ગુજરાત એસટી વિભાગ દ્વારા બીજા પણ અનેક રૂટો પર બસ સેવા શરુ કરવામાં આવી રહી છે. લોકોને ઉપયોગી થઇ શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા ગામે ગામ સુધી બસો પહોચાડવાનો સરકારનો સંકલ્પ છે.

Exit mobile version