Bhavnagar

ગુજરાતમાં જંત્રીના ભાવ બમણા કરતી સરકાર : મહેસુલ વિભાગનો પરિપત્ર

Published

on

મિલન કુવાડિયા

  • હાલના જંત્રીના ભાવ ૧૨ વર્ષ જુના છે, તેમાં ફેરફાર કરી હવે ડબલ જંત્રી ગણી મિલકતોની બજાર કિંમત નક્કી થશે : આવતીકાલથી જ નવો પરિપત્ર અમલમાં

ગુજરાતમાં જંત્રીના ભાવ સરકારે બમણા કર્યા છે. આ અંગે મહેસુલ વિભાગનો પરિપત્ર જાહેર કરાયો છે. હાલ જંત્રીમાં ભાવ છેલ્લા ૧૨ વર્ષથી અમલમાં છે, તેમાં ફેરફાર કરી હવે ડબલ જંત્રી ગણી મિલકતોની બજાર કિંમત નક્કી થશે. આવતીકાલથી જ નવો પરિપત્ર અમલમાં આવશે. સરકારના જણાવ્યા મુજબ ગુજરાત રાજયમાં ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ ૧૯૫૮ની કલમ ૩ર-કના અસરકારક અમલ માટે રાજય સરકાર ધ્વારા સમગ્ર રાજયની જમીનો સ્થાવર મિલકતોની બજારકીમત નકકી કરવા માટેની ગાઈડ લાઇન વેલ્યુ (જંત્રી) સમાંતરે નકકી કરવામાં આવે છે. અગાઉ તા.૧૮/૦૪/૨૦૧૧ ના ઠરાવથી જંત્રી (એન્યુઅલ સ્ટેટમેન્ટ ઓફ રેટસ ) ૨૦૧૧ ના ભાવો અમલમાં મુકવામાં છે.

Govt doubles jantri prices in Gujarat: Revenue department circular

આ ભાવ છેલ્લા ૧૨ વર્ષથી અમલમાં છે. રાજયમાં થતા ઝડપી વિકાસ અને ઔધોગિક, શહેરી અને ગ્રામ્ય વિકાસ અને આર્થિક પ્રવૃતિઓને લીધે બદલાતી પરિસ્થિતી ધ્યાને લેતાં રાજયમાં આ ભાવમાં વધારો થવા પામેલ છે. રાજયના વિકાસને અવિરત વેગ મળતો રહે અને આ વધેલ ભાવો મુજબ નાગરિકોની સ્થાવર મિલ્કતના બજારભાવ નક્કી થઈ શકે તે માટે જંત્રી ભાવોમાં વધારો કરવો જરૂરી બને છે. જેથી સરકાર દ્વારા પુખ્ત વિચારણાને અંતે રાજયમાં તા.૧૮/૦૪/૨૦૧૧થી નકકી કરેલ જંત્રી ભાવો તા.5/2/2023 થી બે ગણા કરવાનું આથી ઠરાવવામાં આવે છે. આવતીકાલે તા. 5 ફેબ્રુઆરી કે તે પછી સહી થયેલ નોંધણી અર્થે રજૂ થતાં દસ્તાવેજોમાં હાલ જે જંત્રી નક્કી છે તે જંત્રી દરના બે ગણા કરી સ્થાવર મિલકતની બજારકિંમત નક્કી કરવાની રહેશે. તેમ મહેસુલ વિભાગના પરિપત્રમાં જણાવાયું છે.

Trending

Exit mobile version