Botad

ગઢડા ટીડીઓ બિપિન પરમાર ની માનવતા મહેકી – મધુસુદન ડેરી નજીક અકસ્માતમાં માતા ને બાળકને તાત્કાલિક દવાખાને પહોંચાડ્યા

Published

on

Rghuvir

બોટાદ ગઢડા રોડ ઉપર મધુસુદન ડેરી નજીક ઢળતી સાંજે બાઇક ઉપર પસાર થઈ રહેલા એ સમયે બાઇક ઉપરથી બાળક અને માતા ફંગોળાઈ જતા રસ્તા ઉપર પછડાટ થી માતાના માથા ના ભાગે ગંભીર ઇજા થવા પામી ત્યારે બાળકને પણ ઇજાઓ થવા પામી હતી. એ જ સમયે ત્યાંથી બોટાદ થી ગઢડા તરફ ગઢડા ના તાલુકા વિકાસ અધિકારી બિપિન પરમાર જઈ રહ્યા હતા.

Garhda TDO Bipin Parmar's Humanity Meheki - Mother and child rushed to hospital in an accident near Madhusudan Dairy

તેજ વેળાએ તેમને અકસ્માત જોતા પોતાનું વાહન રોકી ને માતા અને બાળકને વધુ પ્રમાણમાં થયેલ ઇજાઓ ને જોઈને પોતાના વાહનમાં જ નજીકના નાગપલર ગામના ખાનગી દવાખાને પ્રાથમિક સારવાર કરાવી ને બંને માતા બાળકને યોગ્ય સમયે સારવાર પહોંચાડી હતી. આમ પણ ગઢડા ટીડીઓ પરમાર તેમની કામગીરી કરવાની અલગ રીતે સમગ્ર પંથકમાં લોકોના દિલમાં સારું સ્થાન મેળવ્યું છે. એક સારા અધિકારી હાલ ગઢડા ને મળ્યા છે.

Trending

Exit mobile version