Sihor

ગબ્બર ઈઝ બેક ; સિહોરના ગબ્બરસિંહ પોતામાં રહેલી કલાની ઓઝસ પાથરવા અમેરિકા જશે

Published

on

Pvar

શંખનાદના સહયોગી હરીશ પવાર સાથે ગબ્બરસિંહની ફેક ટું ફેક વાતચીત ; આવતા નજીકના દિવસોમાં ખજૂરભાઈ સાથે સિહોરના ગબ્બરસિંહ અમેરિકાના પ્રવાસે જશેGabbar Is Back ; Gabbarsingh of Sihore will go to America to explore the oasis of art in him

બોલિવૂડમાં ગબ્બર સિંહને કોણ નહીં ઓળખતું હોય. શોલેના ગબ્બરના ડાયલોગ આજે પણ સૌ કોઈના મનમાં અમિટ છાપ છોડી જાય છે. પરુંત શું તમને ખબર છે કે ગબ્બર સિંહ સિહોરમાં રહે છે. અને સિહોરની ગલિઓમાં ચાની ચુસ્કી મારતા હોય છે. જે આવતા દિવસોમાં ખજૂરભાઈ સાથે સિહોરના ગબબરસિંહ અમેરિકાના પ્રવાસે જનાર હોવાનું તેઓએ શંખનાદના સહયોગી હરેશ પવાર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું. શોલે ફિલ્મના ગબ્બર સિંહનું પાત્ર એક એવું પાત્ર છે કે જે આજે પણ લોકોના દિલો દિમાગ પર રાજ કરે છે. સોલે ફિલ્મમાં ગબ્બરના પાત્ર તરીકે અભિનેતા અમજદ ખાને જે રોલ કર્યો. તે કદાચ ભાગ્યે જ અન્ય કોઈ અભિનેતા કરી શક્યો હોત. સિહોર ખાતે રહેતા વજુભાઇ ભરવાડ તેમનો ચહેરો ઓરીજનલ ગબબર સાથે મળતો આવે છે આ વજુભાઇ એ 1975 માં રિલીઝ થયેલા શોલે ફીલ્મ ના ગબ્બર ની લાઈફ સ્ટાઇલ તેમના જીવન માં વણી લીધી છે વજુભાઇ એ શોલે ફિલમ 65 વખત જોયું છે. વજુભાઇનો પરિવાર સામાન્ય છે વજુભાઇ અગાઉ ડ્રાઇવર તરીકે નું કામ કરતા હતા વજુભાઇ એ આ કામ મૂકી ને હવે મોટા શહેરોમાં શો કરવાનું ચાલુ કર્યું છે જેનાથી તેમના પરિવાર નું આર્થિક પાસું મજબૂત બન્યું છે ગબ્બર તરીકે ઓળખાતા વજુભાઇ શોલે ફિલમમાં ગબબરે પહેરેલા કપડાં તેમજ હાથમાં પટો અને ખંભે કારતુસ ભરેલો પટ્ટો રાખી ને ગામમાં ફરે છે સિહોર ના ડુંગરાળ વિસ્તારમાં ફરતા અને હાથમાં તમાકુ ચોળતા વજુભાઇ ને જોવા અને તેમની સાથે સેલ્ફી ફોટા પડાવનારા ઓ પણ જોવા મળે છે વજુભાઇ ગબ્બરની સ્ટાઈલમાં ડાયલોગ પણ બોલે છે.

Exit mobile version