Gariadhar

ગારીયાધારમાં થી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના રીલ સાથે ચાર શખ્સો ઝડપાયા

Published

on

દેવરાજ

  • લોકલ ક્રાઈમ બ્રાન્ચે ૧૭૧ નંગ રીલ મળી કુલ રૂપિયાનો મુદ્દા માલ કબજે લીધો

ગારીયાધાર માં આવેલા નવા ગામ રોડ પર મંડપ સ્ટોલ બાંધી પતંગ દોરી નો વ્યવસાય કરતા શખ્સોને ત્યાં લોકલ ક્રાઈમ બ્રાન્ચે દરોડો કરી ચાઈનીઝ દોરીઓ ના રીલ નંગ ૧૭૧ સાથે ચાર શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી આ બનાવની જાણવા મળતી વિગત મુજબ લોકલ ક્રાઈમ બ્રાન્ચ નો સ્ટાફ ખાનગી વાહનમાં ગારીયાધાર માપ પેટ્રોલિંગ કરી રહ્યા હતા

Four persons were caught with a reel of banned Chinese thread from Gariyadhar

તે દરમિયાન બાથમી મળી હતી કે ગારીયાધારના નવાગામ રોડ પર મંડપ સ્ટોલ બાંધી મકરસંક્રાંતિ નિમિત્તે પતંગ ચાઈનીઝ દોરી ના રીલ નો વ્યવસાય ચાલતો હોય લોકલ ક્રાઈમ બ્રાન્ચ નો સ્ટાફ સ્થળ ઉપર પહોંચી મંડપ બાંધેલા સ્ટોલ ની અંદર તરસી લેતા પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના ૧૭૧ નંગ રીલ મળી આવતા લોકલ ક્રાઈમ બ્રાન્ચ એ સલીમભાઇ કરીમખાન પાઠાણ,હનીફભાઇ રૂસ્તમભાઇ શેખ,સંજયભાઇ કાળુભાઇ પરમાર,શાહીદભાઇ હારૂનભાઇ ધાનાણીને કુલ રૂપિયા ૩૦,૩૦૦ ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

Trending

Exit mobile version