Bhavnagar

સિહોરના કેશવનગરમાં ખુલ્લી જગ્યામાં જુગાર રમતા ચાર શખ્સો ઝડપાયા ; 10250નો મુદ્દામાલ જપ્ત

Published

on

Pvar

  • શહેરના કેશવનગરમાં જાહેરમાં રમાતા જુગાર પર સિહોર પોલીસ કાફલો ત્રાટક્યો ; રોકડ રકમ ઝબ્બે, ચાર સામે કાર્યવાહી

ભાવનગર અને ગ્રામ્ય વિસ્તારોમાં પ્રોહિબિશન અને અસામાજિક પ્રવૃતિઓ નાથવામાં પોલીસની સક્રિયતા સામે બુટલેગરો અને જુગારીઓમાં ફફડાટ ફેલાયો છે સિહોર પોલીસે શહેરના કેશવનગર વિસ્તારમાં ખુલ્લામાં હારજીત નો જુગાર રમતા 4 શકુનિઓ ને ઝડપી પાડી રૂ.10250/- નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી સિહોર પોલીસને મળેલી બાતમીના આધારે પોલીસ સ્ટાફ શહેરના કેશવનગર દાદાની ટેકરી નીચે ખુલ્લી જગ્યામાં ગેરકાયદેસર રીતે ગંજી પાનાનો જુગાર રમતાં ચાર શખ્સોને રોકડ રકમ ગંજી પાના સહિત રૂ 10250 સાથે ઝડપી પાડી ચાર વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે

ઝડપાયેલા શખ્સો

(૧) સંજયભાઇ ભાયાભાઇ સોંલકી રહે સાંઇબાબાના મંદિર સામે, કેશવનગર સિહોર

(૨) અશોકભાઇ નાનજીભાઇ ઓગાણીયા રહે સાંઇબાબાના મંદિર સામે, કેશવનગર સિહોર

(૩) અશોકભાઇ મનજીભાઇ સોલંકી રહે સાંઇબાબાના મંદિર સામે કેશવનગર સિહોર

Advertisement

(૪) રણજીતભાઇ માવજીભાઇ સોલંકી રહે સાંઇબાબાના મંદિર સામે, કેશવનગર સિહોર

Exit mobile version