Sihor

માનવતાનું ઝરણું : ખજૂરભાઈ પ્રસિદ્ધ ની સાથે સિદ્ધ પણ થયા છે

Published

on

દેવરાજ

સિહોર ખાતે નીતિન જાની ઉર્ફે ખજૂરભાઈ ટીમની મુલાકાત, કોર મોબાઈલ ખાતે ખજુરભાઇ આવતા તેને નિહાળવા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા

ઘણી મોટી હસ્તીઓ છે તેમજ બોલિવૂડ સ્ટાર છે જેઓ પ્રસિદ્ધ થયા છે. હા પણ એમાંથી બહુ ઓછા છે જેઓ પ્રસિદ્ધ અને સિદ્ધ બંને થયા છે. કારણકે જેમણે ફક્ત પોતાનાં પૈસાનું જોર નથી બતાવ્યું. પણ ઘણી બધી એવી સેવાઓ આપી છે તેના કારણે તેઓ પ્રસિદ્ધની સાથે સિદ્ધ પણ થયા છે. Fountain of Humanity: Khajurbhai is famous as well as accomplishedબે વર્ષથી કોરોનાએ બધાની જિંદગીમાં ખૂબ જ હલચલ મચાવી દીધી છે. તે વખતે ઘણી એવી હસ્તીઓ છે જેમણે પોતાનાથી શક્ય એટલી મદદ કરી છે. પ્રસિદ્ધ અને સિદ્ધ થવું બધાને ગમતું હોય છે જ્યારે કોઈ સારું કામ કરે છે અને તેનું સન્માન થાય છે પરંતુ નીતિન જાની એટલે કે કોમેડી કિંગ ખજૂરભાઈ એક એવી હસ્તી છે. કે જે પ્રસિદ્ધ સાથે સિદ્ધ પણ થયા છે જે આજે સિહોરની મુલાકાતે હતા શહેરમાં વડલાચોક પર આવેલ કોર મોબાઇલની દુકાની મુલાકાત લીધી હતીfountain-of-humanity-khajurbhai-is-famous-as-well-as-accomplished. ગુજરાતી સ્ટાર યુટ્યુબમાં કોમેડી કલાકાર અને ગરીબોના દાતા ખજુર ભાઇ આવતા શહેરના લોકો ખજુરભાઇને નિહાળવા બાળકો અને લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતાં. સાંજના સમયે ખજુરભાઈની એન્ટ્રી થતાં તેમનાં ચાહકો પણ મોટી સંખ્યામાં ઊમટી પડ્યા હતા.

Exit mobile version