Gujarat

છેલ્લા 20 વર્ષથી હિંદૂ મુસલમાન સિવાય મુદ્દો નથી : પૈસા અને પોલીસના જોરે પરિણામો આવ્યા : જગદીશ ઠાકોરના આક્ષેપ

Published

on

પવાર

  • કારોબારી બેઠકમાં પ્રદેશ પ્રમુખે કહ્યું – મહાત્મા ગાંધીજી, રાજીવજી અને ઈન્દીરાજીની હત્યા થઈ. સરદાર પટેલની પણ હત્યાના પ્રયાસ આઝાદી પહેલા થયા હતા. હત્યાના પ્રણેતાઓ કોણ હતા તે સંદર્ભે વાંચન કરવું જોઈએ.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામ બાદ ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ જગદીશ ઠાકોર પ્રથમ વખત પરિણામો અંગે ખુલીને બોલ્યા એટલું જ નહિ ભાજપ ઉપર ગંભીર પ્રકારના આરોપ પણ લગાવ્યો છે. કોંગ્રેસની કારોબારી બેઠકમાં સંબોધન કરતા જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, કોંગ્રેસનો ઈતિહાસને ખતમ કરવાનો પ્રયાસ થઇ રહ્યો છે. ચાલુ ચૂંટણીએ પોલીસ કામ બંધ કરાવવા ધમકી આપતી. ઉચ્ચ અધિકારીઓને બેઠક જીતાડવા કહેવામા આવ્યું હતું.આઝાદી વખતે આની કરતા વધારે સમય ખરાબ હતો.

for-the-last-20-years-there-is-no-issue-except-hindus-and-muslims-money-and-police-have-resulted-in-results-jagdish-thakor-alleges

વધુમાં તેમણે કહ્યું હતું કે છેલ્લા 20 વર્ષથી હિંદૂ મુસલમાન સિવાય મુદ્દો નથી. ભાઈચારાના મુદ્દાને ખતમ કરી નાંખી. પૈસા અને પોલીસના જોરે પરિણામો આવ્યા છે. મહાત્મા ગાંધીજી, રાજીવજી અને ઈન્દીરાજીની હત્યા થઈ. સરદાર પટેલની પણ હત્યાના પ્રયાસ આઝાદી પહેલા થયા હતા. હત્યાના પ્રણેતાઓ કોણ હતા તે સંદર્ભે વાંચન કરવું જોઈએ. કોંગ્રેસે આઝાદી પહેલા પણ મૃત્યુની ચિંતા કરી ન હતી. કોંગ્રેસના નેતૃત્વએ દેશને વિશ્વની મહાસત્તા બનાવી. વિશ્વ ગૂરૂની વાત કરે છે તટસ્થ રાષ્ટ્રની પરિક્ષા કરે છે.

Exit mobile version