Business

દેશના અર્થતંત્રને લઈ નાણાંમંત્રી નિર્મલા સિતારામને આપ્યું નિવેદન! કહ્યું ડબલ ડીઝિટમાં વધશે GDP

Published

on

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારમણે દેશની અર્થવ્યસ્થાને લઇને એક મહત્વના અને મોટા સમાચાર આપ્યા છે. નિર્મલા સિતારમણે ચાલુ નાણાંકીય વર્ષમાં ડબલ ડિઝિટ ગ્રોથ વિશે જણાવ્યુ કે, ‘બીજા દેશોની તુલનામાં ભારત મજબૂતીની સાથે આગળ વધી રહ્યું છે. મીડિયા સાથે વાત કરતા નાણામંત્રીએ જણાવ્યુ કે, દેશ મંદીમાં ફસાય એવી શક્યતા ઝીરો ટકા પણ નથી.વર્ષ માટે ડબલ ડિઝિટ જીડીપી ગ્રોથની સંભાવના સાથે જોડાયેલા પ્રશ્નોના જવાબ આપતા નાણામંત્રીએ કહ્યું કે, ‘ભારત મંદીની કગાર પર નથી તેથી અમને આત્મવિશ્વાસ મળે છે. અને આ સાથે જ અમે જરૂરિયાતમંદ લોકોની મદદ કરવા માટે તૈયાર અને જવાબદાર છે, અને આ માટે અમે કામ કરીશું, હું એવી અપેક્ષા રાખું છે.’

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા જ જાહેર કરેલા ડેટા અનુસાર નાણાંકીય વર્ષ 2022-23ના પહેલા ત્રિમાસિક ગાળામાં અર્થવ્યવસ્થા 13.5 ટકાના દરે વધી હતી. આ સાથે જ સિતારમણે વધુમાં જણાવ્યુ કે, કેટલાક લોકો હાઇ ગ્રોથ રેટનું કારણ લો બેઝ હોવાનું કહેશે. તેમમે કહ્યું કે, ‘અમે બીજી અર્થવ્યવસ્થાની તુલનામાં વાત કરી રહ્યા છે. આ સાથે જ આપણે ઘણી સારી સ્થિતિમાં છીએ અને આપણે બહુ ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા છીએ.’ વર્લ્ડ બેન્ક અને આઇએમએફના રિપોર્ટનો ઉલ્લેખ કરતા કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે, એ ફેક્ટસ પર પણ તેઓ વિચાર કરી રહ્યા છે કે, જે ભારતની તુલનામાં વધારે વિકસિત અર્થવ્યવસ્થાવાળા દેશ મંદી તરફ જઈ રહ્યા છે ત્યારે ભારત માટે આગામી સમય કેવો રહેશે.

ફ્રીબીઝ એટલે કે જુદી જુદી વસ્તુઓ મફતમાં આવાની જાહેરાતો પર તેમણે કહ્યું કે આ મુદ્દે દરેક વ્યક્તિએ ચર્ચામાં ભાગ લેવો જોઈએ. સિતારમણે આગળ કહ્યું કે જો તમે કોઈને કોઈ વસ્તુ મફતમાં આપો છો ત્યારે તે વસ્તુ તમારી પાસે તો મફતમાં આવતી નથી કોઈને કોઈ એ વસ્તુ માટે ચૂકવણી કરતું હોય છે. આ કિસ્સમાં કરદાતાઓ અને દેશ કે રાજ્યની તિજોરીઓ આ ખર્ચ વહન કરતા હોય છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version