Bhavnagar

ભાવનગરના પ્લાસ્ટીકના ગોડાઉનમાં લાગી ભીષણ આગ, ઘટના સ્થળે પહોંચી ફાયર બ્રિગેડની ગાડીઓ

Published

on

ગુજરાતના ભાવનગરના ગોકુલનગર વિસ્તારમાં પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. ફાયર વિભાગે જણાવ્યું કે, ગોકુલનગર વિસ્તારમાં આવેલા પ્લાસ્ટિકના ગોડાઉનમાં વહેલી સવારે કોઈ કારણસર અચાનક આગ ફાટી નીકળી હતી. માહિતી મળતાની સાથે જ ફાયર બ્રિગેડના જવાનો 6 ફાયર એન્જિન સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આગ પર કાબૂ મેળવવાની કવાયત શરૂ કરી હતી.

આગમાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. પોલીસે કેસ નોંધ્યો છે અને આગનું કારણ જાણવામાં આવી રહી છે.

Exit mobile version