Bhavnagar
સમાજ પ્રેમ નહીં સ્વીકારે તેના ડરથી સગીર પ્રેમી યુગલે રાજપરા નજીક ટ્રેન તળે પડતું મૂકી કર્યો આપધાત
બુધેલીયા – પવાર
વહેલી સવારે ઉપડતી ઓખા ભાવનગર ટ્રેન સ્થળે પડતું મૂકી રાજપરાના સગીરોએ કરી આત્મહત્યા, ઘરેથી ભાગ્યાના 5 દિવસ પછી ટ્રેન હેઠળ ઝંપલાવી મોતને વ્હાલું કર્યું – બન્નેને મૃતદેહ મળતા ચકચાર ; 17 વર્ષીય સગીર અને 15 વર્ષીય સગીરા સાથે એકબીજાના પ્રેમમાં ઓતપ્રોત બન્યા હતા
સિહોર નજીક આવેલ રાજપરા ખોડિયારના સગીર પ્રેમી યુગલ પાંચ દિવસ પહેલા ઘર છોડી નીકળી ગયા હતા. ત્યારબાદ આજે રાજપરા ખોડિયાર નજીક ટ્રેન હેઠળ પડતું મૂકીને મોતને વ્હાલું કર્યું હતું સગીર યુવક-યુવતીના મૃતદેહ મળી આવતા ભારે ચકચાર મચી હતી, પોલીસે ઘટનાસ્થળે પહોંચી પંચનામું કરી બંને મૃતદેહને સિહોરના સરકારી દવાખાને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી રાજપરા નજીક રેલવે ટ્રેક પરથી પસાર થઈ રહેલ ઓખા ભાવનગર ટ્રેન તળે બે સગીરે ઝંપલાવી દેતા બંને સગીરના સ્થળ પર જ મોત નીપજ્યા હતા આ ઘટનાની જાણ પોલીસને થતા ની સાથે જ પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને મૃતદેહને પીએમ અર્થે ખસેડી ટ્રેન તળે બંને સગીરે કેમ ઝંપલાવ્યું તે અંગે જીણવટ ભરી તપાસ હાથ ધરી હતી આ ઘટનાને લઇ સિહોર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી
રાજપરા ગામે રહેતા ૧૭ વર્ષીય સગીર યુવકને નજીકના કુટુંબીક પરિવારની 15 વર્ષીય સગીરા સાથે પ્રેમ થતા એકબીજાના પ્રેમમાં ઓતપ્રોત બન્યા હતા આ પ્રેમી યુગલ સાથે જીવવા મરવાના કોલ પણ આપ્યા હતા ત્યારે સમાજ પ્રેમી યુગલને નહી સ્વીકારે અને એક-બીજાને ભેગા રહેવા નહી દયે એવો અહેસાસ થતા સગીર પ્રેમી યુગલે બન્નેએ સાથે જીવી નહી શકાય પરંતુ બન્ને સાથે તો મરી જ શકાય એવો નિર્ણય લઇને પાંચ દિવસ પહેલા ઘરે થી નીકળી ગયા પછી આજે વહેલી સવારે સિહોરના રાજપરા પાસેથી પસાર થઇ રહેલ ઓખા ભાવનગર ટ્રેન તળે ઝંપલાવી દીધું હતું બંને ટ્રેનની અડફેટે આવતા બંનેના સ્થળ પર જ મોત નીપજ્યા હતા બન્ને સજોડે આત્મહત્યા કરી લેતા બન્ને પ્રેમી યુગલે પ્રેમનો અંત લાવતા રાજપરા ગામમાં અને સગીર યુવક-યુવતીના પરિવારજનોમાં ભારે હાહાકાર મચી ગયો છે. સિહોર પોલીસે બંને મૃતક સગીર યુવક-યુવતીના મૃતદેહને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.