Gujarat

ધરપકડના ડરથી ‘ મહાઠગ ‘ કિરણ પટેલની પત્નીએ કોર્ટમાં કરી અરજી, જાણો સમગ્ર મામલો

Published

on

શ્રીનગરમાં પીએમઓ ઓફિસર તરીકે ઝેડ પ્લસ સુરક્ષા મેળવનાર કિરણ પટેલની પત્નીએ કોર્ટમાં જામીન માટે અરજી કરી છે. અમદાવાદમાં નોંધાયેલા નવા કેસમાં કિરણ પટેલની પત્ની માલિની પટેલે ધરપકડના ડરથી આગોતરા જામીન માટે સિટી સેશન્સ કોર્ટમાં અરજી કરી છે. ગયા અઠવાડિયે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે દંપતી વિરુદ્ધ FIR નોંધી હતી. અરજીમાં માલિની પટેલે દાવો કર્યો છે કે તે તેના પરિવારનો મુખ્ય આધાર છે અને ઘરમાં એકમાત્ર કમાનાર છે. જો તેને કોઈ કાયદાકીય સુરક્ષા આપવામાં નહીં આવે તો તેના પરિવારના સભ્યો ભૂખે મરશે. તેણે કહ્યું કે તે નોકરી કરે છે અને તેના ખભા પર પરિવારની સંપૂર્ણ જવાબદારી છે.

ભાજપના નેતા જવાહર ચાવડાના ભાઈ જગદીશ ચાવડાએ કિરણ પટેલ અને તેની પત્ની માલિની પટેલ સામે છેતરપિંડીનો કેસ દાખલ કર્યો છે. જેમાં ચાવડાએ આક્ષેપ કર્યો છે કે પટેલ દંપતીએ તેમના રૂ. 15 કરોડના બંગલા પર અતિક્રમણ કર્યું છે. માલિનીએ આ કેસમાં ધરપકડ ટાળવા માટે કોર્ટમાં અરજી દાખલ કરી છે. ચાવડાએ જણાવ્યું હતું કે, આ સમગ્ર મામલે પટેલ દંપતીએ પોતાને પીએમઓના અધિકારી ગણાવીને છેતરપિંડી અને ધમકીઓ આપી હતી.

Fearing arrest, the wife of 'Mahatug' Kiran Patel filed an application in the court, know the entire case

ચાવડાની ફરિયાદ પરથી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ગુનો નોંધ્યો છે. ચાવડાએ ઓગસ્ટ 2022માં પણ આ મામલે પોલીસમાં ફરિયાદ કરી હતી, પરંતુ તે સમયે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. ચાવડાએ કહ્યું કે જો પોલીસે તે સમયે કાર્યવાહી કરી હોત તો ઘણા લોકો છેતરપિંડીમાંથી બચી શક્યા હોત. પ્રોપર્ટી બ્રોકર તરીકે કામ કરતા જગદીશ ચાવડાએ પટેલ દંપતીને બંગલો રિનોવેશન માટે આપ્યો હતો. આ માટે કેટલીક રકમ પણ ચૂકવવામાં આવી હતી. એક દિવસ તેમને ખબર પડી કે આ બંગલા પર કિરણ પટેલે પોતાનું બોર્ડ લગાવ્યું છે.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ મામલે FIR નોંધાયા બાદ કિરણ પટેલ અને તેની પત્નીની મુશ્કેલીઓ વધી શકે છે. જેને જોતા પત્નીએ કોર્ટનો આશરો લીધો છે. અરજીમાં પોતાને નિર્દોષ ગણાવતા માલિનીએ કહ્યું કે તેમને આ બાબતની કોઈ જાણકારી નથી. તેની પણ આ બાબતમાં કોઈ સંડોવણી નથી. માલિની પટેલે પણ તમામ શરતોનું પાલન કરવાની વાત કરી છે અને ખાતરી આપી છે કે તેઓ એવું કંઈ કરશે નહીં જેનાથી તપાસને અસર થાય. કોર્ટ ટૂંક સમયમાં આગોતરા જામીન અરજી પર સુનાવણી કરી શકે છે.

Advertisement

Trending

Exit mobile version