Gujarat

બનાસ નદીને જીવિત કરવાની માંગ સાથે ખેડૂતોએ કલેક્ટરને કરી રજૂઆત

Published

on

બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી સમાન દાંતીવાડા ડેમ આ સાલ સારો વરસાદ થતાં છલોછલ ભરાયો છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો આ ડેમમાંથી પાણી આપવા માટેની માગણી કરી રહ્યા છે. જેને લઈને પાલનપુર ખાતે સોમવારે બપોરે ખેડૂતોએ રેલી કાઢી હતી. અને કલેક્ટર કચેરીમાં જઈને આવેદનપત્ર આપ્યુ હતું. તેમજ “બનાસ નદીને જીવિત કરો” જેવા સૂત્ર પોકારી પોતાનો માગણી દોહરાવી હતી.

બનાસ નદીમાં પાણી છોડવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન

બનાસકાંઠા જિલ્લામાં સૌથી મોટો ડેમ દાંતીવાડા પાંચ વર્ષ બાદ ભરાયો છે. અને બનાસ નદીમાં 15 દિવસ સુધી પાણી ના નીર વહેતા થયા હતા. જોકે ખેડૂતો બનાસ નદીને જીવિત કરવાની માંગ સાથે ખેડૂતો સોમવારે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. જેમાં ખેડૂતોએ દાંતીવાડા ડેમનું પાણી બનાસ નદીમાં છોડવા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરી હતી. આ અંગે નરેશભાઇ ઠાકોરે જણાવ્યુ હતુ કે, દાંતીવાડા ડેમમાં પાણીની સપાટી હાલમાં 603 સુધી છે.

દાંતીવાડા ડેમમાંથી બનાસ નદીમાં પાણી છોડવામાં આવે અને નજીક-નજીક ચેકડેમ બનાવવામાં આવે તો બનાસ નદીની આસપાસ આવેલા 5 હજાર જેટલા ગામોના પાણીના તળ ઉંચા આવી શકે છે.અત્યારે બોર કરવામાં આવે તો પાણી એક હજાર ફુટ સુધી મળે છે.જો બનાસ નદીને જીવીત કરવામાં આવે તો પાણી ના તળ ઉંચા આવે અને 300 ફુટે આવી શકે છે.

જેથી ખેડૂતને ઓછા ખર્ચથી વધુ પાણી મળી શકે છે.જેથી ખેતી પણ સારી થઇ શકે છે.જેને લઇ આજે ખેડૂતો દાંતીવાડા ડેમમાંથી બનાસ નદીમાં પાણી છોડવામાં આવે તે માટે કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરી છે. ખેડૂતોએ એમ પણ જણાવ્યું હતું કે, જો અમારી માંગણી નહી સ્વિકારવામાં આવે તો આગામી દિવસોમાં પાલનપુર તાલુકાના ખેડૂતો દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

Advertisement

ખેડૂતોને બોર માટે રૂ. 15 લાખનો ખર્ચ

બનાસના પેટાળમાં પાણી હતું ત્યારે થરાદ, વાવ,સૂઇગામને પીવા માટે અને પાટણમાં કેનાલ મારફતે પાણી આપવામાં આવતું હતું.ત્યારે ક્યારેય ખેડૂતોએ વિરોધ નહોતો કર્યો. કારણ કે એ સમયે ભૂગર્ભજળ 100-150 ફૂટ હતા. હાલમાં ભૂગર્ભજળ 1000 ફૂટ આસપાસ પહોંચી ગયા છે. જિલ્લાના ખેડૂતો બોરવેલ માટે અંદાજે 15 લાખ રૂપિયા જેવો ખર્ચ ઉઠાવે છતાં પૂરતું પાણી નથી. કારણ કે, બનાસ પહેલા જે સમયે વહેતી હતી ત્યારે અહીંના ભૂગર્ભજળ 100 થી 150 ફૂટ હતા. ડેમ બન્યા પછીના સમયમાં જ સૌથી વધુ ઉંડા ભૂગર્ભજળ ગયા છે.

Trending

Exit mobile version