National

હદ થઈ: ખેતરમાંથી ટમેટાની 90 બોરીઓની ચોરી: ખેડૂત પરિવાર હતપ્રત

Published

on

દેવરાજ

ખેડૂત પરિવાર ટમેટાનો પાક ઉતારી સવારે વેચવા જવાનો હતો તો રાત્રીના તસ્કરો ઉઠાવી ગયા

દેશમાં ટમેટાના સતત વધી રહેલા ભાવમાં હવે ખેતરોમાં પણ ટમેટા સલામત નથી અને કર્ણાટકના હાસનમાં એક ખેડૂતના રૂા.2 લાખના ટમેટાની ચોરી થઈ છે. બેલુર તાલુકાના ગ્રામ્ય ક્ષેત્રમાં રહેતા સોમશંકર નામના ખેડુતે બે એકરમાં ટમેટાનો પાક લીધો હતો અને તે બજારમાં લઈ જવાની તૈયારીમાં હતા ત્યાંજ ત્યાં નાના ટ્રક સાથે ધસી આવેલા કેટલાક લોકો એ રાત્રીના ટમેટાની બોરીઓ ભરીને નાસી છુટયા હતા.

Extent: 90 sacks of tomato stolen from farm: Farmer family held accountable

રાત દિવસ જહેમત બાદ તેનો ટમેટાનો પાક માલ લુંટાઈ જતા 60 વર્ષના ખેડુતને જબરો આઘાત લાગ્યો છે તે રાત્રીના તેઓ વાડીનીજ ઓરડીમાં સુતા હતા તે સમયે કોઈ આ ટમેટા ચોરી ગયુ હતું અને ટમેટા ઉપાડી જનારે ટ્રક દોડાવતા ઉભા પાકને પણ ભારે નુકશાન પહોંચાડી દીધુ હતું જેના કારણે ટમેટાના ફુલ તથા કાચા ટમેટાનો પણ કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ લોકો ટમેટાની 90 બોરીઓ ઉઠાવી ગયા હતા. જો કે સ્થાનિક તંત્રએ તુર્તજ આ ખેડુતને બજાર ભાવ મુજબ ટમેટાનું વળતરની ખાતરી આપી હતી.

Advertisement

Exit mobile version