Sihor
તલાટીની પરીક્ષામાં સિહોરના કેન્દ્રો પર ઉમેદવારો માટે રહેવા જમવાની ઉત્તમ વ્યવસ્થા અને સગવડ કરવામાં આવી
મિલન કુવાડિયા
સિહોર શહેર કારડીયા રાજપૂત વિકાસ સમિતી અને સિહોર મિત્ર મંડળ દ્વારા વિધાર્થીઓ માટે ઉત્તમ વ્યવસ્થાઓ શરૂ કરવામાં આવી હતી, હસમુખભાઈ પટેલ દ્વારા પણ ટ્વીટ કરી બન્ને સંસ્થાઓ માટે આભારની લાગણી વ્યક્ત કરી હતી
રાજ્યભરમાં 7 મે રવિવારે રોજ તલાટીની પરીક્ષા યોજાઈ હતી. આ પરીક્ષામાં સિહોર શહેર કારડીયા રાજપૂત વિકાસ સમિતી અને સિહોર મિત્ર મંડળ દ્વારા તલાટીની પરીક્ષા આપવા આવનારને રહેવા-જમવાની વ્યવસ્થા પૂરી પાડવાની જાહેરાત કરી હતી. આ વ્યવસ્થા સિહોરના કેન્દ્ર માટે કરવામાં આવી હતી, વિદ્યાર્થીઓએ આ માટે સિહોરના બંધન પાર્ટી પ્લોટ અને માળી પાર્ટી પ્લોટ પર પહોંચવા જણાવ્યું હતું. સિહોર કે પંથકમાં પણ જેઓનું પરિક્ષા કેન્દ્ર હોય અને તેમને રહેવા-જમવાની વ્યવસ્થા ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી હતી.
રાજ્યમાં યોજાતી પરીક્ષામાં ઉમેદવારોની હાલાકીની નવાઈ નથી અને જ્યારે ઉમેદવારો એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં પરીક્ષા આપવા જાય છે ત્યારે તેમને પરીક્ષા કરતાં આવવા-જવાની, રોકાવાની અને જમવાની ચિંતા વધુ કરવી પડે છે. અને આ બધી વ્યવસ્થા માટે વિદ્યાર્થીઓ હોટલનું મોંઘુ ભાડું ચૂકવે છે અને વધુ નાણાં આપીને જમવાની વ્યવસ્થા કરે છે. જેઓને આ વ્યવસ્થા પોસાતી નથી તેવા ઉમેદવારો બસસ્ટેન્ડ, જાહેર સ્થળો પર રાત્રિ રોકાણ કરવા મજબૂર બને છે. ત્યારે સિહોર શહેર કારડીયા રાજપૂત વિકાસ સમિતી અને સિહોર મિત્ર મંડળ દ્વારા ઉમેદવારોના આ હાલાકીને ઓછી કરવા માટે પ્રયત્નશીલ છે અને તે માટે બંને સંસ્થાએ સિહોર ખાતે આ ઉત્તમ વ્યવસ્થા કરી હતી. બન્ને સંસ્થાઓની કાર્ય પદ્ધતિને શ્રી હસમુખભાઈ પટેલ દ્વારા ટ્વીટના માધ્યમથી બિરદાવી હતી અને આભારની લાગણી વ્યક્ત કરી હતી.