Ghogha

અડગ મન ના માનવીને હિમાલય પણ નડતો નથી

Published

on

બરફવાલા

ઘોઘાના કુડા વતની પાયલ બારૈયાએ કંબોડીયા ખાતે આયોજિત ઇન્ટરનેશનલ પેરા ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતી ઉડાન ભરી

એશિયાના ૧૬ દેશ વચ્ચેની સ્પર્ધામાં ૧૦૦ મીટર દોડમાં પાયલ બારૈયાની ગોલ્ડન દોડ : ૨૦૦ મીટર દોડમાં સિલ્વર મેડલ

ઘોઘા તાલુકાના નાનકડા ગામ કુડાના વતની પાયલબેન કાનજીભાઈ બારૈયા જે એક પગથી દિવ્યાંગ છે તેઓએ વિપરીત પરિસ્થિતિમાં પણ મક્કમ મન સાથે દોડીને એશિયન ટ્રેક એન્ડ ટ્રફ ફેડરેશન ઇન્ડિયા દ્વારા કંબોડીયા ખાતે આયોજિત ઇન્ટરનેશનલ પેરા ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીત્યો છે. ઘોઘા તાલુકાનું એક નાનકડું એવું કુડા ગામ જ્યાં વાડી વિસ્તારમાં રહેતા અને અભ્યાસની સાથે સાથે રમત ગમતમાં પણ એટલું જ ધ્યાન આપતા અને વાડી વિસ્તારમાં રહેતા કે જ્યાં દોડવા માટે પણ કોઈ પણ પ્રકારનું મેદાન કે ગ્રાઉન્ડ પણ નથી તેમ છતાં પાયલબેન કાનજીભાઈ બારૈયા કે જેઓ એક પગ થી ફીઝીકલ હેંડીકેપ છે

Even the Himalayas do not move a man of steadfast mind

તેમ છતાં નાનપણથી જ રમત ગમત માં રુચિ ધરાવતા હતા. પાયલબેન એક સામાન્ય પરિવાર માંથી આવે છે જેમાં પાયલબેન ના પિતા હીરા ઘસવાનું કામ કરે છે અને પાયલબેનના માતા આંગણવાડી વર્કર તરીકે કામ કરે છે દિવ્યાંગતને હાવી થવા દીધા વગર ખૂબ જ મહેનત કરીને કંઈક કરી છૂટવાની ભાવના ધરાવતા તેઓએ દેશ પરદેશના સીમાડા છોડીને વિદેશમાં પણ દોડમાં ભાગ લઈને ગોલ્ડ પ્રાપ્ત કર્યો છે એવું કહેવાય છે ને કે અડગ મન ના માનવી ને હિમાલય પણ નડતો નથી એવી જ રીતે પાયલબેન પણ મનથી નક્કી કરી રાખ્યું હતું કે ફીઝીકલ હેંડીકેપ હોવું એ માત્ર શારીરિક ખામી છે

Advertisement

Even the Himalayas do not move a man of steadfast mind

પણ જો મનથી દ્રઢ નિર્ણય હોય અને મન થી તમે કાંઈક કરી ચૂંટવાની ભાવના ધરાવતા હોય તો શારીરિક ખામી ક્યાંય આડી આવતી નથી. એવી જ રીતે “એશિયન ટ્રેક એન્ડ ટ્રફ ફેડરેશન ઇન્ડિયા” પાંચમી દિવ્યાંગ રમતનું આયોજન નવી દિલ્હીમાં ૬ અને ૭ જાન્યુઆરી ૨૦૨૩ માં આ રમત યોજવામાં આવી હતી જેમાં પાયલબેન કાનજીભાઈ બારૈયાએ પહેલા નંબર સાથે ગોલ્ડ મેડલ મેળવ્યો હતો ત્યારબાદ “એશિયન ટ્રેક એન્ડ ટ્રફ ફેડરેશન ઇન્ડિયા” દ્વારા જ ઇન્ટરનેશનલ પેરા ઓલિમ્પિકનું આયોજન કંબોડીયા ખાતે કરવામાં આવેલ જેમાં પણ પાયલબેન દ્વારા પહેલો નંબર મેળવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. કંબોડીયામાં એશિયાના ૧૬ દેશ વચ્ચે આ સ્પર્ધા હતી જેમાં “સી” ગ્રૂપમાં ૧૦૦ મીટર દોડમાં પાયલબેન ગોલ્ડ મેડલ તેમજ ૨૦૦ મીટર દોડમાં સિલ્વર મેડલ જીતીને ભાવનગર જિલ્લાનું નામ રોશન કર્યું છે

Exit mobile version