Sihor
સિહોર જાળીયા ગામના ડુંગરમાં દારૂનું કટિંગ થાય તે પહેલાં જ પોલીસે પહોંચી લાખોનો માલ જપ્ત કર્યો
દેવરાજ
5 શખ્સોને ઉઠાવી લીધા, વિદેશી દારૂ સહિત 31.13 લાખના મુદ્દામાલ કબ્જે, સિહોરનાં જાળીયાના ડુંગરામાં વિદેશી દારૂનું થતું કટીંગ થાય તે પહેલાં એલસીબી ત્રાડકી : લોકલ ક્રાઈમ બ્રાન્ચ એ વિદેશી દારૂ આઇસર ટ્રક કાર મોબાઈલ રોકડા રૂપિયા મળી કુલ રૂપિયા ૩૧,૧૩,૭૪૦ નો મુદ્દા માલ કબજે લીધો
સિહોર પોલીસ સ્ટેશનની હદમાં આવેલ જાળીયાના ડુંગરામાં ટ્રકમાં સળિયાની નીચે છુપાવેલા વિદેશી દારૂના જથ્થાનું કટીંગ થઈ રહ્યું હોવાની માહિતી લોકલ ક્રાઈમ બ્રાન્ચને મળતા ક્રાઈમ બ્રાન્ચ ના અધિકારીઓએ વોચ ગોઠવી જાળીયાના ડુંગરામાંથી વિદેશી દારૂનો જથ્થો ભરેલી ટ્રક સાથે પાંચ શખ્સોને વિદેશી દારૂનો જથ્થો ટ્રક કાર મળી ૩૧ લાખ રૂપિયાના મુદ્દા માલ સાથે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જ્યારે વિદેશી દારૂનો જથ્થો રાજસ્થાન થી મંગાવ્યો હોવાની કબૂલાત કરતાં પોલીસે કુલ મળી છે શખ્સો વિરૂધ્ધ ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ઘરી છે આ સમગ્ર બનાવવાની જાણવા મળતી વિગત મુજબ લોકલ ક્રાઈમ બ્રાન્ચ નો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે રાજપરા ના ડુંગરામાં વિદેશી દારૂનું કટીંગ થવાનું છે
ત્યારે પેટ્રોલિંગ સઘન બનાવી મળેલી ટીપના આધારે રાજપરા ખોડીયાર નજીક વોચ ગોઠવી ત્યારે રાજપરા ખોડિયાર ના પાર્કિંગમાં પડેલી અલ્ટો કારને કોર્ડન કરી કારમાં સવાર યોગેશ બાલકૃષ્ણ મહેતા,સુધીરભાઇ અશોકભાઇ પંડયા,પવનકુમાર રામકુમાર યાદવ રાજેશકુમાર મોરારીલાલ યાદવચાર શખ્સોને કારની બહાર કાઢી સઘન પૂછપરછ કરતા સંતોષકારક જવાબ નહીં મળ્યો હતો દરમ્યાનમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચ ના સ્ટાફે કારમાંથી ઝડપાયેલા ચારે શખ્સોને અલગ અલગ કરી આગવી ઢબે પૂછપરછ કરતા કબુલાત કરી હતી કે આઇસર ટ્રક નંબર એમ એચ ૧૮ બી જી ૭૫૩૫ માં વિદેશી દારૂનો જથ્થો બહારથી મંગાવી જાળીયા ના ડુંગરમાં ખાણ વિસ્તારમાં દારૂનું કટીંગ કરવાના હોવાની કબુલાત કરતા ની સાથે જ લોકલ ક્રાઈમ બ્રાન્ચ ના સ્ટાફે આઇસર ટ્રક ચાલક મોબાઈલ નંબર ઝડપાયેલા શખ્સો પાસેથી મેળવી ટેકનીકલ ટીમની મદદ વડે મોબાઇલ લોકેશન લોકેટ કરી જાળીયા ના ડુંગરમાં વોચ ગોઠવી અલગ અલગ ટીમો બનાવી ડુંગરા આસપાસ કરી જાળીયા ના ડુંગર વચાળ પડેલ આઇશર ટ્રક નજીક પહોંચી ગયા હતા ટ્રકની અંદર તલાસી લેતા લોખંડના સળિયા નીચે છુપાવેલા વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે કુલ મળી વિદેશી દારૂની ૩૧૩ પેટી કિંમત રૂપિયા ૧૬,૧૩,૩૪૦ નો મુદ્દા માલ કબજે લીધો હતો દરમિયાનમાં ઝડપાયેલા શખ્સોની પૂછપરછ કરતા રાજસ્થાન ખાતે રહેતો નાસીર નામના શખ્સ પાસેથી આ વિદેશી દારૂનો જથ્થો મંગાવ્યો હોવાની કબુલાત કરતા પોલીસે પાંચ શખ્સો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ એ પાંચ શખ્સોને વિદેશી દારૂનો જથ્થો કાર આઇસર ટ્રક મોબાઈલ અને રોકડા રૂપિયા મળી કુલ રૂપિયા ૩૧,૧૩,૭૪૦ ના મુદ્દા માલ સાથે ઝડપી વધુ તપાસ હાથ ધરી હતી